તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th November 2025
સુરેન્દ્રનગરના સાયલામાં ગેરકાયદેસર 'બ્લેકટ્રેપ' ખાણ પર દરોડા:ખનીજ ચોરીનું મોટું રેકેટ ઝડપાયું
સ્થળ પરથી ૨ હિટાચી મશીન, ૯ ડમ્પર અને ૧ પીકઅપ વાન સહિતનો મોટો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદેસર ધમધમતી પથ્થર (બ્લેકટ્રેપ)ની ખાણ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ રેડ દરમિયાન તંત્રએ મોટા પાયે ખનીજ ચોરીનું રેકેટ ઝડપી પાડ્યું હતું. સ્થળ પરથી ૨ હિટાચી મશીન, ૯ ડમ્પર અને ૧ પીકઅપ વાન સહિતનો મોટો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલું એક્સપ્લોઝિવ (વિસ્ફોટક સામગ્રી) પણ મળી આવ્યું હતું, જે અંગે સાયલા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવશે.
(11:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
