<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th November 2025

ભુજના ગૌવંશ સેવાધામ નિર્માણમાં શેડ અનુદાન યોજનામાં સહભાગી થવા જીવદયાપ્રેમીઓને અનુરોધ

શ્રી અજરામર ટ્રસ્ટ દ્વારા ગૌવંશ માટે શેડ, ઘાસ ગોડાઉન, બોરવેલના પાણી માટે આગળ ધપતું કામ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૯ :  શ્રી અજરામર ટ્રસ્ટ ભુજ દ્વારા રખડતા ભટકતા અને ન ઘણીયાતા ગૌવંશ માટે ભુજથી વાંકી તિર્થ જતા રોડ પર ભારાપર સીમ વિસ્તારમાં આકાર લઇ રહેલા ગૌ વંશ સેવા ધામમાં માળખાકીય સુવિધાઓ નિર્માણનું કાર્ય ઝડપથી આગળ વધી રહ્યું છે, વર્તમાનમાં ગૌવંશ માટે શેડ અને ઘાસ ગોડાઉન, બોરવેલના પાણી અને મંદિરનું કામ ચાલી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છના મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજા હસ્તે મહારાણી પ્રિતીદેવીજી જીવદયા સંકુલના મુખ્ય ભૂમી દાતા છે તેમના અમુલ્ય સહયોગથી સંસ્થાના આ કાર્યને  પ્રેરક બળ મળ્યું છે  

સંસ્થાના જીવદયાના આ નવતર અભિગમને સફળ બનાવવા અને ગૌ વંશની સેવામાં નાના મોટા દરેક લોકો લાભ લઇ શકે તે માટે સંસ્થા દ્વારા ગૌ શેડ નં – ૧ માટે રૂ. ૫૪૦૦૦/ ચોપન હજારનો નકરો રાખવામાં આવ્યો છે જેમાં ૨૫ દાતાઓના નામ લેવામાં આવશે તેનો ડ્રો કરી શેડના મુખ્ય દાતાનું નામ આવશે જ્યારે  અન્ય ૨૪ દાતાઓના નામોની તકતી ગૌ શેડમાં પર લગાવવામાં આવશે,

ગૌ વંશ સેવાધામ નિર્માણમાં સંસ્થાના વરિષ્ઠ માર્ગદર્શક મંડળના સભ્યો બાબુલાલ મેઘજી શાહ, રવિન્દ્રભાઈ સંઘવી, હિંમતસિંહ વસણ વિગેરેના માર્ગદર્શન હેઠળ સભ્યો વિનોદભાઈ ગાલા,મનસુખભાઈ શાહ,નીલેશ મહેતા, મીનાબેન બોરીચા, ઈલાબેન અંજારિયા,દીપક મહેતા અને વિનોદભાઈ એ. ગોર સહયોગી બની કાર્ય રહ્યા છે.  

રખડતા ભટકતા ગૌ વંશના આશ્રય સ્થાન એવા ગૌવંશ સેવા ધામ નિર્માણ સેવાયજ્ઞમાં લાભ લેવા જીવદયાપ્રેમીઓને સંસ્થાના ટ્રસ્ટી મયુર બોરીચાએ અનુરોધ કર્યો છે વધુ વિગત માટે ૯૮૨૫૭૭૭૪૬૪ પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

(1:12 PM IST)