<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th November 2025

ખંભાળીયામાં અંગ્રેજી બોલતા યુવકની ગતિવિધિ શંકાસ્‍પદ લાગતા સિરીયન નાગરીક હોવાનો ભાંડો ફૂટયો

મદદગારી કરનાર ખંભાળીયાના ધરમપુરના મહિપત ઉર્ફે માહી મનજીભાઇ સતવારા સામે પણ દેવભુમી દ્વારકા એસઓજીની કાર્યવાહી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૧૮: દેવભુમી દ્વારકા એસઓજી ટીમે સ્‍ટુડન્‍ટ વિઝા ઉપર આવેલ સીરીયન નાગરીકની વિઝા પૂર્ણ થયા હોવા છતા એકાદ વર્ષથી જામખંભાળીયામાં ધામા - નાખનાર શખ્‍સને ઝડપી પાડેલ છે અને મદદગારીમાં રહેલ ધરમપુરના યુવક સામે ગુન્‍હો દાખલ કરાયો છે. પોલીસે બન્ને શખ્‍સોના રીમાન્‍ડ માટે તજવીજ હાથધરી છે.

પોલીસે અલી કામેલ અલી મઈહૌબ, મુસ્‍લીમ ઉ.વ.૨૯, મુળ રહે. જાબલાહ(જેબલાહ), નેશનલ હોસ્‍પિટલ વિસ્‍તાર, બિલ્‍ડીંગ નં.૧૫, ધ અલશાહીદીસીન સઈદ શાબાન પ્રાથમીક સ્‍કુલ, સીરીયા, હાલ રહે.રામેશ્વર દિપ સોસાયટી, પ્રેસિડેન્‍ટ સ્‍કુલની સામે, આહીર સિંહણ રોડ, ધરમપુર, તા.ખંભાળીયા. મહિપતભાઈ ઉર્ફે માહી મનજીભાઈ રામજીભાઈ કછટીયા, સતવારા, ઉ.વ.૩૩, ધંધો. સ્‍કુલ સંચાલન, રહે.રામેશ્વર દિપ સોસાયટી, આહીર સિંહણ રોડ, જેન્‍તીભાઈ ખાણઘરના મકાનમાં, ધરમપુર, તા.ખંભાળીયા ની સામે ગુન્‍હો દાખલ કર્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી દ્વારા અલગ અલગ ટીમો બનાવીને પેટ્રોલીંગ કરી હોટલ, ધાબા, ગેસ્‍ટ હાઉસ, વાઈટલ ઈન્‍સ્‍ટોલેશન, લેન્‍ડીંગ પોઈન્‍ટ, ધાર્મિક મથળો, રેલ્‍વે સ્‍ટેશન, બસ સ્‍ટેશન, શંકાસ્‍પદ ઈસમો વિગેરે ચેકીંગ કરવાની કામગીરીમાં હતા તે દરમ્‍યાન એસ.ઓ.જી.. દેવભૂમિ દ્વારકાના એએસઆઈ વિરેન્‍દ્રસિંહ મનુભા જાડેજા, હરદેવસિંહ ગુમાનસિંહ જાડેજા, પો.હે.કો. નરેન્‍દ્રસિંહ દિલીપસિંહ રાઠોડ, પો.કો. વિજયસિંહ ઘેલુભા જાડેજાએ ખંભાળીયા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્‍યાન ધરમપુર, આંબાવાડી નિશાળ પાસે પહોંચતા વિરેન્‍દ્રસિંહ જાડેજા તથા નરેન્‍દ્રસિંહ રાઠોડને ખાનગી બાતમીદારો મારફતે સંયુક્‍તમાં બાતમી હકિક્‍ત મઇી હતી કે, ધરમપુરમાં આહીર સિંહણ રોડ ઉપર આવેલ પ્રેસિડેન્‍ટ સ્‍કુલમાં એક અંગ્રેજી ભાષા મોલતો એક વ્‍યક્‍તિ આવેલ છે અને ઘણા લાંબા સમયથી અહીં આવેલ છે અને તેની ગતિવિધી શંકાસ્‍પદ છે તેમ હકિક્‍ત મળતા કે કે ગોહીલ તથા કે એમ જાડેજાને જાણ કરી  કે.એમ જાડેજા આગળની કાર્યવાહી હાથ ધરી ધરમપુર, આહીર સિંહણ રોડ ઉપર આવેલ પેસિડેન્‍ટ સ્‍કુલ ખાતે (૧) મહિપતભાઈ ઉર્ફેમાહી સ.ઓફ મનજીભાઈ રામજીભાઈ કછટીયા, સતવારા, ઉ.વ.૩૨, ધંધો સ્‍કુલનો, રહે રામેશ્વર દિપ સોસાયટી, પ્રેસિડેન્‍ટ સ્‍કુલની સામે. આહીર સિંહણ રોડ, ધરમપુર, તા.ખંભાળીયા તથા પ્રિન્‍સીપાલ ઓફિસની એડમીન કલાકની ઓફિસમાંથી ઉજળા વાને અને દેખીતી રીતે ભારતીય ન હોય તે રીતેનો હાવભાવ વાળો (૨) અલી કામેલ મઈહુબ, મુસ્‍લીમ, ઉ.વ. ૨૯. મુળ રહે જાબલાહ (જેબલાહ), નેશનલ હોસ્‍પિટલ વિસ્‍તાર, બિલ્‍ડીંગ નં.૧૫, ધ અલશાહીદીસીન સઈદ શાબાન પ્રાથમીક સ્‍કુલ, સીરીયા, હાલ રહે રામેશ્વર દિપ સોસાયટી, પ્રેસિડેન્‍ટ સ્‍કુલની સામે, આહીર સિંહણ રોડ, પરમપુર, તા.ખંભાળીયાવાળો મળી આવેલ જેથી તેની પાસેથી પાસપોટ અને વિઝા માંગતા મજકુર ઈસમે ત્રણ પાસપોર્ટ  Syrian Arab Republic, Republique Arabe Syrienne દેશના જેના નં. ૧) N 013531393, ૨) N 014194736 ૩)N 00764908 હોય ત્‍યારબાદ વિઝા માંગતા visa Þ_.vi6214914Þí ßÉ< Àßõá ÉõÜë_ Special Endorsement: TO STUDY AR MARWADI EDUCATION FOUNDATION, RAJKOT UNDER STUDY IN INDIA PROGRAM લખેલ.

જે સ્‍ટુડન્‍ટ વિઝા હોલ જેની  મુદત ૧૪/૦૩/૨૦૨૦ પૂર્ણ થઈ ગયેલ હોવાનું જણાયેલ અને ત્‍યારબાદ ઓનલાઈન તે વિઝા રીન્‍યુ કરેલ જે છેલ્લી તારીખ.૦૫/૦૭/૨૦૨૩ના પૂર્ણ થઈ ગયેલ છે અને ત્‍યારબાદની કોઈ વિઝા ના હોય જેથી ઈસમને વધુ પુછપરછ કરતા મજકુર ઇસમે  UNHCR No.513-23-2047170, The UN Refugee Agency, Vasant Vihar, New Delhi-110057 તરફથી ઈસ્‍યુ થયેલ રેફયુજી કાર્ડ રજુ કરેલ જે શંકા ઉપજાવતું હોય જેથી મજકુર ઈસમને વિઝા વગર ભારતમાં રહેવા બાબતે પુછપરછ કરતા મજકુર ઈસમ અલી કામેલ મેઈહુબે ૨૦૧૯માં સ્‍ટુન્‍ડન્‍ટ વિઝા ઉપર સીરીયાથી ભારત, રાજકોટમાં મારવાડી  એજયુકેશન ફાઉન્‍ડેશનમાં આવેલ હતો.

આ બંન્ને વચ્‍ચે સબંધ હોય જેથી મજકુર ઈસમ સીરીયા ગયેલ નહિં અને અહીં ખંભાળીયા મહિપતભાઈ ઉર્ફે માહી પાસે આવીને તેની સાથે રહે છે અને મહિપત ઉર્ફે માહીની પ્રેસિડેન્‍ટ સ્‍કુલમાં પરચુરણ કામગીરીમાં મદદ કરતો હતો અને ત્‍યારબાદ UNHCR ખાતે અરજી કરીને શરણાર્થી(રેફયુજી) તરીકેનું કાર્ડ કઢાવેલ હતું. પરંતુ હાલ મજકુર ઈસમ અલી પાસે કોઈ વિઝા નહિં હોવાનું જણાવેલ તેમજ જામ ખંભાળીયા ખાતે રહી શકે તે માટેનો કોઈ આધાર પુરાવાઓ નહિં હોવાનું જણાવેલ જેથી રાષ્‍ટ્રીય સુરક્ષા અર્થે તેની મુવમેન્‍ટ ઉપર નજર રાખવા સારૂ તારીખ ૧૫/૧૧/૨૦૨૫ના કલાક.૧૧/૪૦ વાગ્‍યે ડિટેઈન કરેલ અને મહે.પોલીસ અધિક્ષક શ્રી, દેવભૂમિ દ્વારકાનાઓ રીસ્‍ટ્રીકશન હુકમ મેળવીને રીસ્‍ટ્રીકશનમાં રાખેલ અને તે બાબતે જામ ખંભાળીયા પોલીસ સ્‍ટેશન ખાતે સ્‍ટેશન ડાયરી એન્‍ટ્રી નં.૨૨/૨૦૨૫ તા.૧૫/૧૧/૨૦૨૫ના કલાક.૧૪/૧૫ વાગ્‍યે નોંધ કરાવેલ હતી.

રાષ્‍ટ્રીય સુરક્ષા સાથે સંકળાયેલ સુરક્ષા એજન્‍સીઓના અવિકારીશ્રીઓ મારફતે જોઈન્‍ટ ઈન્‍ટ્રોગેશન રાખી, જોઈન્‍ટ ઈન્‍ટ્રોગેશનના અંતે જામ ખંભાળીયા પોલીસ સ્‍ટેશન ખાતે ફોરેનર્સ એક્‍ટ કલમ ૧૪(એ), ૧૪(સી) મુજબ ગુન્‍હો નોંધાવી આગળની તપાસ કે.એમ. જાડેજા સાહેબ ચલાવે છે.

આ કામગીરી પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ, રાજકોટ વિભાગ-રાજકોટ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા દ્વારા દિલ્‍હી ખાતે થયેલ બ્‍લાસ્‍ટના બનાવ બાદ

અત્રેના જિલ્લામાં તમામે તમામ પ્રકારે રાષ્‍ટ્રીય સુરક્ષાને અસર કરતા તમામ પરિબળોન ઉપર નજર રાખવા તથા સઘન ચેકીંગ રાખવા સારૂ કાર્યવાહી કરવા કે.કે. ગોહીલ, પોલીસ ઈન્‍સપેક્‍ટર, ઈન્‍ચા.એસ.ઓ.જી., દેવભૂમિ દ્વારકા તથા કે.એમ.જાડેજા, પોલીસ સબ ઈન્‍સપેક્‍ટર, એસ.ઓ.જી.,દેવભૂમિ દ્વારકા નાઓને જરૂરી સુચનાઓ તથા માર્ગદર્શન આપતા કે.કે. ગોહીલ, પોલીસ ઈન્‍સપેકટર, ઈન્‍ચા.સ્‍પેશ્‍યલ ઓપરેશન ગળપ, દેવભૂમિ દ્વારકા, કે.એમ.જાડેજા, પોલીસ સબ ઇન્‍સપેક્‍ટર,

એસ.ઓ.જી., દેવભુમિ દ્વારકા, વિરેન્‍દ્રસિંહ મનુભા જાડેજા, એ.એસ.આઈ. એસ.ઓ.જી.,દેવભુમિ દ્વારકા, હરદેવસિંહ ગુમાનસિંહ જાડેજા, એ.એસ.આઈ., એસ.ઓ.જી. દેવભૂમિદ્વારકા નરેન્‍દ્રસિંહ દિલીપસિંહ રાઠોડ, પોલીસ હેડ કોન્‍સ. એસ.ઓ.જી., દેવભૂમિ દ્વારકા, વિજયસિંહ ઘેલુભા જાડેજા, પોલીસ કોન્‍સ.એસ.ઓ.જી., દેવભુમિદ્વારકા, લખમણભાઈ કરશનભાઈ આંબલીયા, આસી.સબ ઈન્‍સ., એસ.ઓ.જી., દેવભૂમિ દ્વારકા એ કરી છે

(12:33 PM IST)