<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th November 2025

દેવભૂમિ દ્વારકા જિલ્‍લાના સલાયામાં ૭ લાખની લૂંટ

વેપારી દુકાન ખોલે તે પહેલા જ બે લૂંટારૂઓ લૂંટ ચલાવીને બાઈક ઉપર નાસી છૂટયા : જિલ્‍લા પોલીસ વડા જયરાજસિંહ વાળા અને ટીમ દ્વારા તપાસનો ધમધમાટ : સમગ્ર જિલ્‍લાની પોલીસ દ્વારા નાકાબંધી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૧૯ : દેવભૂમિ દ્વારકા જિલ્‍લાના સલાયામાં મોટી લૂંટ થઈ હોવાની વાતથી દોડધામ મચી ગઈ છે દેવભૂમિ દેવભૂમિ દ્વારકા જિલ્‍લા પોલીસ વડા જયરાજસિંહ વાળા અને ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે સમગ્ર જિલ્‍લાની પોલીસ દ્વારા નાકાબંધી કરી દેવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્‍લાના સલાયામાં આજે સવારે ૭,૦૦,૦૦૦ ની રોકડનો ચિલ ઝડપનો બનાવ બનતા ભારે ચર્ચા જાગી છે સલાયામાં વેસ્‍ટર્ન યુનિયનના નામથી મની ટ્રાન્‍સફર કરવાની એજન્‍સી ધરાવતા અતુલ વલ્‍લભદાસ બદીયાણી સવારે તેમની દુકાન ખોલતા હતા ત્‍યારે એક પ્‍લાસ્‍ટિકનો થેલો જેમાં સાત લાખ રૂપિયા રોકડા હતા તે બાજુ પર મૂકી અને દુકાનનું તાળું ખોલવા જતા બાઈક પર હોન્‍ડા પર આવેલા બે વ્‍યક્‍તિઓ જેમાં એકે પાછળ બેસેલા એ બુકાની બાંધેલી અને આગળ બેઠેલો બુકાની વગરનો હતો તે થેલો લઈ અને સલાયા તરફથી જામનગર જવાના રસ્‍તા તરફ માંઢા તરફથી ભાગી જતા પોલીસને તાત્‍કાલિક જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા તમામ સ્‍થળે નાકાબંધી કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે તથા એલસીબી એસઓજી તથા સલાયા પોલીસ અને આસપાસના તમામ વિસ્‍તારોની પોલીસ પણ કાર્યમાં મદદમાં જોડાઈ છે તથા સીસીટીવીના ફૂટેજમાં આ બંને વ્‍યક્‍તિ આવી ગયા હોય તેની મદદ પણ લેવામાં આવી છે અને શંકાસ્‍પદ અને આ બે વ્‍યક્‍તિઓના કનેક્‍ટેડ માણસોને પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

 

(4:20 PM IST)