<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th November 2025

પીખોર ગામની પરિણીતાના આપઘાત કેસમાં પોલીસ કોન્‍સ્‍ટેબલ પતિ સસ્‍પેન્‍ડ

એસપી સુબોધ ઓડેદરાનું કડક પગલું, આરોપીને જેલમાં ધકેલાયો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૯: પીખોર ગામની પરિણીતાના આપઘાત કેસમાં પોલીસ કોન્‍સ્‍ટેબલ પતિને એસપી સુબોધ ઓડેદરાએ સસ્‍પેન્‍ડ કરવાનો હુકમ કરી કડક પગલું ભર્યું હતું. બીજી તરફ આરોપીના રિમાન્‍ડ પુરા થતા જેલમાં ધકેલી દેવામાં આવ્‍યો હતો.

માળિયા હાટીના તાલુકાના માતરવાણીયા ગામનો અને મેંદરડા પોલીસ ક્‍વાર્ટસમાં રહેતા કોન્‍સ્‍ટેબલ આશિષ લખમણભાઇ દયાતરની તેના પત્‍ની ભાવિશાબેનના આપઘાત કેસમાં પોલીસે ધરપકડ કરી ૧ દિવસના રિમાન્‍ડ પર મેળવ્‍યો હતો. પતિ આશિષએ તેના અન્‍ય મહિલાઓ સાથેના સંબંધોને લઈને ત્રાસ આપી મારકુટ કરી ભાવિશાબેનને મરવા મજબૂર કરતા પિયર પીખોર ગામે ગઇ તા. ૧૧ નવેમ્‍બરના રોજ ગળાફાંસો ખાઈ લીધો હતો.

મળતકના પિતા ભરતસિંહ બાબરીયાએ પોલીસકર્મી જમાઈ આશિષ દયાતર સામે ભાવિશાબેનને મરી જવા મજબૂર કર્યાની ફરિયાદ કરી હતી. ચોરવાડના પીઆઇ એસ. આઈ. મંઘરાએ રિમાન્‍ડ દરમ્‍યાન આરોપીની મહિલાઓ સાથેના આડા સંબંધ સહિતના મુદે પૂછપરછ હાથ ધરી હતી અને તેના ઘરમાં સર્ચ કર્યું હતું. મંગળવારે આશિષ દયાતરના રિમાન્‍ડ પુરા થતા પોલીસે કોર્ટમાં રજૂ કરતા અદાલતે જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.

આ ચકચારી ઘટનાના પગલે એસપી સુબોધ ઓડેદરાએ કડક કાર્યવાહી કરી પોલીસ કોન્‍સ્‍ટેબલ આશિષ લખમણ દયાતરને સસ્‍પેન્‍ડ કરવાનો આદેશ જારી કર્યો હતો

(1:17 PM IST)