તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th November 2025
ગુજસીટોક ગુનાઓમાં ફરાર ત્રણ આરોપીઓને સુરેન્દ્રનગરથી પકડી પાડતી જૂનાગઢ એસ.ઓ.જી.

જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ જુનાગઢ પોલીસ અધિક્ષકશ્રી સુબોધ ઓડેદરા સાહેબની સુચના તથા માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને પકડવા અને નાસતા ફરતા આરોપીઓને પકડીપાડી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ જે અન્વયે આવા નાસતા ફરતા આરોપીઓને પકડીપાડવા એસ.ઓ.જી. જૂનાગઢના પોલીસ ઇન્સ.શ્રી આર.કે.પરમાર તથા પો.સ્ટાફના માણસો સતત ઙ્કયત્નશીલ હોય.
ગુન્હાની ટૂંક વિગતઃ- સી ડીવી. પો.સ્ટે. ગુ.૨.નં.૧૧૨૦૩૦૦૪૨૫૦૫૫૫/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૩૦૮(૫), ૧૧૫(૨), ૨૯૬ (બી), ૩૫૧ (૩), ૧૮૯(૨), ૧૯૧(૨), ૧૯૧(૩),૧૯૦ મુજબનો ગુનો રજી. થયેલ હતો. જે ગુનાની ટૂંક વિગત એવી છે કે, તા. ૧૦/૧૦/૨૦૨૫ ના રોજ ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી અને આરોપી તથા તેની સાથેના માણસોએ ફરીયાદીને શાંતિથી નોકરી કરવી હોય અને પાર્ટીઓમાં જાવુ હોય તો તેની ગેંગને રૂપીયા દસ હજાર આપવાનુ કહી આરોપીએ તેની પાસેનુ ધારીયુ બતાવી ફરીયાદીને થપ્પડ મારી કાઠલો પકડી ફરીયાદી પાસેથી રૂ.૨૫૦૦/ બળજબરી પૂર્વક મારી નાખવાની ધમકી આપી કઢાવી લઈ તમામ આરોપીઓએ પોતાનો સમાન ઇરાદો પાર પાડવા ગે.કા.મંડળી રચી ઙ્કાણઘાતક હથીયારો ધારણ કરી ગુન્હો કરી નાસ ગયેલ હોય.
જે અન્વયે જૂનાગઢ જીલ્લા પોલીસ દ્વારા આ કામના આરોપીઓને પકડીપાડવા માટે સતત ઙ્કયત્નશીલ હોય જે અન્વયે. એસ.ઓ.જી. દ્રારા અલગ અલગ ટીમો બનાવી લોકલ ક્રાઇમ બ્રાન્ચના સાથે સંકલનમાં રહી જેમાં ટેકનીકલ અને હ્યુમન સોર્સ ની મદદ આધારે જાણવા મળેલ કે, આ કામના આરોપીઓને સુરેન્દ્રનગર જીલ્લાના ગેડીયા ગામ ખાતેના વાડી વિસ્તારમાં છુપાયેલા હોય જે હકિકત આધારે એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ.શ્રી આર.કે.પરમાર તથા એ.એસ.આઇ રમેશભાઇ માલમ તથા પો.હેડ કોન્સ. મેણસીભાઇ અખેડ, અનિરુધ્ધભાઇ વાંક તથા પો.કોન્સ. રોહીતભાઈ ધાધલ,મયુરભાઇ ઓડેદરા,વિશાલભાઇ ડાંગરનાઓની ટીમ દ્વારા સુરેન્દ્રનગર જીલ્લાના ગેડીયા ગામ ખાતેથી આરોપીઓને પકડી પાડેલ જે બાબતે આગળની કાયર્વાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓના નામ, સરનામુઃ-
(૧)ફેઝલ ઉર્ફે મોહસીન ઉર્ફે હોલે હોલે ફીરોઝભાઈ મલેક, ઉ.વ.૩૦, રહે. નંદનવન રોડ, બાપાસીતારામ મઢુલી પાસે, જોષીપરા જૂનાગઢ
(૨)રમીઝખાન ઉર્ફે ભાવનગરી યુસુફખાન પઠાણ, ઉ.વ.૨૨, રહે. જેલ રોડ જૂનાગઢ
(૩) સીરાઝ બોદુભાઇ ઠેબા, ઉ.વ.૨૦, રહે.ધારાગઢ દરવાજા જૂનાગઢ
શ્*આરોપીઓ પાસેથી કબ્જે કરવામાં આવેલ મુદામાલની વિગતઃ-
(૧)મોબાઈલ ફોન નંગ-૩ કિ.રૂા.૭૦,૦૦૦/-
(૨)હ્યુન્ડાઇ કંપનીની ક્રેટા કાર કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/-
(૩)જીયો કંપનીનુ રાઉટર નંગ-૦૧ કિ.રૂ.૧,૦૦૦/-
મળી કુલ કિ.રૂા. ૧૦,૭૧,૦૦૦/- ના મુદામાલ
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ.શ્રી આર.કે.પરમાર તથા ક્રાઇમ બ્રાન્ચના પો.ઇન્સ.શ્રી કે.એમ.પટેલ તથા એસ.ઓ.જી.ના પો.સબ ઇન્સ.શ્રી એમ.જે.કોડીયાતર તથા એ.એસ.આઇ રમેશભાઇ માલમ તથા પો.હેડ કોન્સ. મેણસીભાઇ અખેડ, અનિરુધ્ધભાઇ વાંક, તથા પો.કોન્સ. રોહીતભાઇ ધાધલ, મયુરભાઇ ઓડેદરા, કળણાલ પરમાર, અરવિંદભાઇ વાવેચા, વિશાલભાઇ ડાંગર તથા ક્રાઇમ બ્રાન્યના પો.કોન્સ. વરજાંગભાઇ બોરીયા વિગેરે સ્ટાફ આ કામગીરીમાં જોડાયેલ હતો.
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
