<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th November 2025

ધ્રોલ-જામનગર હાઇવે ઉપર અકસ્‍માતમાં ૧પ થી ૧૭ મુસાફરોને ઇજા : જુઓ વિડીયો

ટ્રક અને ખાનગી ટ્રાવેલ્‍સની બસ વચ્‍ચે અકસ્‍માત સર્જાતા ઇજાગ્રસ્‍તોને ધ્રોલ સારવારમાં ખસેડાયા

 

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા. ૧૯ :.. આજે વહેલી સવારે મોટી દુર્ઘટના ધ્રોલ-જામનગર હાઇવે પર સર્જાઇ હતી. ટ્રક-પ્રાઇવેટ બસનો ગમખ્‍વાર અકસ્‍માત થતા ૧પ થી ૧૭ મુસાફરો ઇજાગ્રસ્‍ત થયા હતાં.

ધ્રોલ-જામનગર હાઈવે પર આજે વહેલી સવારે એક ટ્રક અને ખાનગી ટ્રાવેલ્‍સ બસ વચ્‍ચે ભયંકર અકસ્‍માત થયો હતો. સરમરીયા દાદાની જગ્‍યા નજીક બનેલી આ ઘટનામાં ટ્રાવેલ્‍સ બસમાં સવાર આશરે ૧૫ થી ૧૭ જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.

અકસ્‍માતની જાણ થતાં જ સ્‍થાનિકો અને પોલીસ તુરંત ઘટનાસ્‍થળે દોડી ગયા હતા. તેમની મદદથી તમામ ઘાયલોને તાત્‍કાલિક ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા ધ્રોલની સરકારી હોસ્‍પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા. સદ્‌્‌ભાગ્‍યે તમામ મુસાફરોને સામાન્‍ય પ્રકારની નાની-મોટી ઇજાઓ જ પહોંચી હોવાનું જાણવા મળ્‍યું છે.

ઘટનાની ગંભીરતા જોતા ધ્રોલ પી.આઈ. એચ.વી. રાઠોડ તેમના પોલીસ સ્‍ટાફ સાથે ઘટનાસ્‍થળે પહોંચ્‍યા હતા. (પ-૧૧)

(10:50 AM IST)