<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th November 2025

જામનગરમાં મોબાઈલ શોપમાં 9 લાખની કિંમતના 15 મોબાઈલ ચોરીને તસ્કરો ફરાર

અંબર ચોકડી નજીક પંચરત્ન કોમ્પ્લેક્સમાં મોબાઈલની શોપમાં ચોરી

જામનગરમાં મોબાઈલ શોપમાં ચોરીનો બનાવ બન્યો છે. મોબાઈલ શોપમાં ત્રાટકેલા તસ્કરોએ રૂપિયા 9 લાખની કિંમતના 15 મોબાઈલની તસ્કરી કરીને ફરાર થઈ ગયા હતા. જામનગરશહેરના અંબર ચોકડી નજીક પંચરત્ન કોમ્પ્લેક્સમાં  મોબાઈલની શોપમાં ચોરી થયાની ફરિયાદ દાખલ થઈ છે. દુકાનમાં કામ કરતા કિશન ચેતનભાઈ બાવરીયા સામે ફરિયાદ નોંધાઇ છે. જામનગર સીટી બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

(8:12 PM IST)