તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th November 2025
જસદણના ગંગાભુવનમાં ભૂતડા દાદાના મંદિરની પાછળ કાટાની વાડ પાસે નવજાત બાળક મળ્યું
---બાળકને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી અને ઓક્સિજન સપોર્ટ પુરો પાડીને જસદણ સરકારી હોસ્પિટલ ખાતે પહોંચાડ્યું

જસદણના ઘેલા સોમનાથ પાસેના વિસ્તારમાંથી મળી આવેલા અજાણ્યા બાળકને ત્વરિત સારવાર થકી નવજીવન આપવાના માનવતાસભર કાર્યમાં રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગ અને 108 નિમિત્ત બન્યા છે. ગતરોજ તા. 17ની રાત્રે 11:31 કલાકે ઘેલા સોમનાથ 108 એમ્બ્યુલન્સને જસદણ વિસ્તારનો ઈમર્જન્સી કેસ મળ્યો હતો. જસદણના ગંગાભુવન ખાતે ભૂતડા દાદાના મંદિરની પાછળ કાટાની વાડ પાસે નવજાત બાળક મળી આવ્યું હતું. બાળકને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી અને ઓક્સિજન સપોર્ટ પુરો પાડીને જસદણ સરકારી હોસ્પિટલ ખાતે પહોંચાડ્યું હતું.
(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
