તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th November 2025
પડધરી પોલીસે છેતરપીંડીના ગુન્હામાં દોઢ વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપી લીધો
મુળ રાજકોટના શૈલેષ કામલીયાને સુરત ખાતેથી દબોચી લેવાયો

રાજકોટ , તા. ૧૭: પડધરી પોલીસે છેતરપીંડીના ગુન્હામાં દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને સુરતથી ઝડપી લીધો હતો.
રાજકોટ ગ્રામ્ય ના પોલીસ અધીક્ષક વિજયસિંહ ગુર્જરનાઓ દ્વારા ગંભીર પ્રકારના ગુન્હાના નાસતા-ફરતા આરોપી પકડવા સુચના આપેલ જે અનુસધાને નાયબ પોલીસ અધિક્ષક ગોડલ વિભાગ શ્રી કે.જી.ઝાલા ના માર્ગદર્શન અને રાહબરી હેઠળ અમો એસ.એન.પરમાર પો.ઇન્સ પડધરી તથા સ્ટાફના માણસો નાસતા-ફરતા આરોપીને શોધવા તજવીજ કરેલ તે દરમ્યાન એ.એસ.આઇ પુનીતભાઇ નરેદ્રભાઇને હકીકત આધારે પડધરી પોલીસ સ્ટેશન ઇ.પી.કો કલમ ૪૦૬.૪૨૦ મુજબ ગુન્હામા છેલ્લા દોઢેક વર્ષથી નાસતા-ફરતા આરોપી (૧) શૈલેષ વિજયસિહ કામલીયા ઉ.વ.૫૭ ધંધો વેપાર રહે.હાલ ઓમ પેલેસ, પાસોદરા ૫૦૨, બી.આર.ટી.એસ. બસ સ્ટોપની બાજુમા, કામરેજ ચોકડી, કામરેજ સુરત મુળ રહે.જાગ્રુતિ દિપ હાઈટસ ફલેટ-નં-૧૧૦૩ બી પારીજાત પ્લોટની પાછળ ૧૫૦ ફુટ રીંગ રોડ રાજકોટને સુરત ખાતેથી ઝડપી લીધો હતો.
આ કાર્યવાહી પડધરીના એ.એસ.આઇ પુનીતભાઇ અગ્રાવત તથા પો.હેડ.કોન્સ કુલદિપસિહ ઝાલા તથા પો.હેડ.કોન્સ રાજદિપસિહ ઝાલા તથા પો.કોન્સ. યુવરાજસિંહ ગોહિલ તથા પો.કોન્સ વસતભાઇ ભુડીયા તથા પો.કોન્સ નિકુજભાઇ વેષ્ણવ વીગેરે નાઓ દ્વારા કરવામા આવેલ હતી.
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
