તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th November 2025
વેરાવળમાં પ્રોવિઝન સ્ટોરધારક મહિલાના મોતનું રહસ્ય અકબંધ : પીએમ રિપોર્ટની રાહ
હુડકો સોસાયટી વિસ્તારમાં ભાવનાબેન અરૂણભાઇ ચાંડેગરાની હત્યા કે આત્મહત્યા ? તપાસનો ધમધમાટ

વેરાવળ હુડકો સોસાયટીમાં બંધ મકાનમાંથી મહીલાનો મૃતદેહ મળેલ તે ઘર તથા મહીલાની ફાઇલ તસ્વીરઃ દીપક કક્કડ : વેરાવળ
(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૮: વેરાવળ હુડકો સોસાયટી માં એકલા રહેતા મહીલાના ઘરની બહાર તાળુ હતું અને તેનો મળતદેહ ધરની અંદર થી મળી આવેલ હતો આ મહીલાના શરીર ઉપર થી સોનાના દાગીના ગુમ થયેલ છે તેમજ બનાવ ના સ્થળેથી સોઈ,ઈન્જીકશન,દવા મળી આવેલ હતી શંકા લાગતા મહીલાનો મળતદેહ જામનગર પી.એમમાં ખસેડેલ છે.
વેરાવળ હુડકો સોસાયટીમાં રહેતા ભાવનાબેન અરૂણભાઈ ચાંડેગરા રહે.માનવ રેસીડેન્સી સામે હુડકો સોસાયટી માં રહે છે તેના પતિ કોઈપણ કારણોસર છેલ્લા કેટલાય દિવસોથી વલસાડ ચીખલી ગયેલ હતા તેમજ તેની દીકરી અમદાવાદ નોકરી કરે છે ઘરથી થોડુ દુર પ્રોવીઝનની દુકાન હોય ત્યાં બપોરે ૧૧.૩૦ સુધી દુકાને બેસેલ હતા ત્યારબાદ જાણીના કહેલકે મારે કામ હોવાથી ઘરે જાવ છું તે બહેન બાપોરે ૧.૩૦ વાગ્યા સુધી પરત ન આવતા દુકાને બસેલા વ્યકતીએ આજુ બાજુ રહેતા ને ફોન કરતા ઘરની બહાર તાળુ મારેલ છે તેવું કહેલ હતું પણ અચાનક મોબાઈલ ની રીગ વાગવા લાગતા શંકાઓ જતા બારી ખુલ્લી હોવાથી અંદર પ્રવેશી બહેનને બહાર કાઢી સરકારી હોસ્પીટલમાં લઈ ગયેલ હતા.
આ બનાવ બનતા પોલીસ ને જાણ કરતા પોલીસ બનાવ ના સ્થળે પહોચી ગયેલ હતી તે દરમ્યાન ફરજ ઉપરના ડોકટરે આ મહીલાને મળત જાહેર કરેલ હતી. પોલીસે તપાસ કરતા ચાવી કચરા ટોપલીમાંથી મળી આવેલ હતી અને તાળ ખોલેલ હતું અંદર તપાસ કરતા ટેબલ ઉપર ઈન્જેકશન પડેલ હતું અને ડાબા હાથ માં સોઈનો ડાઘ છે ગાદલામાં લોહી મળી આવેલ હતું બાથરૂમમાં લોહીના ડાઘ નજરે પડયા હતા.
ચોરવાડ રહેતા તેમના ભાઈ રમેશભાઈ પ્રજાપતિએ જણાવેલ હતું કે તા.૧૧ ના સવારે ૧૧.૩૦ થી ૨ વાગ્યાની વચ્ચે આ બનાવ બનેલ હતો જે ની ગંભીરતા લઈ તા. ૧૩ ના રોજ સાંસદ રાજેશભાઈ ચુડાસમા ને આખી ઘટનાની જાણ કરતા તેમને જે તે અધિકારીઓને સુચનાઓ આપેલ હતી રમેશભાઈ પ્રજાપતીએ જણાવેલ હતું જયારે બનાવ બનેલ હતો ત્યારે બહેન એકલા હતા તેમના પતિ કામસર વલસાડ બાજુ રહતા દીકરી અમદાવાદ નોકરી કરે છે બહેન ના મળતદેહ માંથી સોનાનો ચેઈન,કાનની બટી તેમજ વીટી ગુમ થયેલ છે બનાવ ના સ્થળે હજુ સુધી એફએસએલ કે શ્વાન સહીત કોઈ એજન્સી તપાસમાં આવેલ નથી ફરજપરના ડોકટરે જણાવેલ હતું કે મળતદેહ શંકાસ્પદ લાગતા જામનગર માં પેનલ માં પી.એમ માટે મોકલેલ છે તેના રીપોર્ટ હજુ સુધી આવેલ નથી તપાસ કરનાર અધિકારીએ અકસ્માત મોત નો ગુન્હો નોધી માબોઈલ ફોન તેમજ જરૂરીયાત લાગતી વસ્તુઓ કબજે કરેલ છે પ્રજાપતી સમાજ આટલો મોટો બનાવ બનતા અનેક આગેવાનો પરીવારને હફ આવવા પહોચી ગયેલ હતા આ બનાવ બનતા આજુ બાજુ વિસ્તારમાં રહેતા લોકોમાં ભારે દેકારો બોલી ગયેલ છે બનાવની ગંભીરતા ને જોતા તાત્કાલીક ઉડાણ પૂર્વક તપાસ કરવાની માંગ કરાયેલ છે
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
