તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th November 2025
મોરબી પાસે ફેકટરીમાં પાણી ભરેલી ડોલમાં ડૂબી જવાથી ૧૦ માસની બાળાનું મોત
ગાળા ગામ પાસે ફેકટરીમાં પરપ્રાંતીય શ્રમીક પરણિતાનો ફાંસો ખાઇ આપઘાત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૧૮: મોરબી નજીકના ઊંચી માંડલ ગામ પાસે સિરામિક કારખાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા પરિવારની ૧૦ માસની દીકરી તેઓના લેબર કવાર્ટર પાસે પાણી ભરેલ ડોલમાં ડૂબી ગઈ હતી જેથી તે બાળકીનું કરુણ મોત નીપજ્યું હતું .આ બનાવથી તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.
મૂળ બિહારના રહેવાસી અને હાલમાં મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ઊંચી માંડલ ગામ પાસે સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા અરુણભાઈ બ્રિજેન્દ્રભાઈ ચૌધરીની ૧૦ માસની દીકરી પ્રિયાંશુકુમારી લેબર ક્વાર્ટર પાસે પાણી ભરેલ ડોલમાં ડૂબી જતા તેનું મોત નીપજ્યું હતું જેથી તેના મળતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની ઙ્કાથમિક તપાસમાં મળતી માહિતી પ્રમાણે મળતક બાળકીની માતા તેઓના કવાર્ટરમાંથી નીચે કામ કાજે ગયા હતા ત્યારે ત્રીજા માળ ઉપર બાળકી તેના લેબર કવાર્ટર પાસે હતી ત્યારે ત્યાં પાણીની ડોલમાં ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું.
બીજા બનાવમાં મોરબી તાલુકાના ગાળા ગામ નજીક આવેલ રિયોગ્રેનાઈટો સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા મૂળ મધ્યપ્ર્રદેશના ખરગોન જિલ્લાના વતની રીંકુબેન કમલભાઈ મોરે ઉ.૧૯ નામની પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના લેબર કવાટર્સમાં ગળેફાંસો ખાઈ લેતા મળત્યુ નીપજયું હતું. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મળત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મળતક રીંકુબેનના પાંચ વર્ષ પૂર્વે લગ્ન થયા હોવાનું સામે આવતા ડીવાયએસપી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
