તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th November 2025
પોરબંદરની મહિલા ક્રિકેટ ટીમ આંતરરાષ્ટ્રીય જિલ્લા ક્રિકેટ ફાઇનલમાં ચેમ્પીયન
નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડીયમમાં રાજકોટ અને પોરબંદરની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ફાઇનલમાં રોમાંચક મુકાબલો જામ્યો હતોઃ રાજકોટ જિલ્લાની ટીમ ૧ર૯ માં ઓલ આઉટ થઇ ગઇઃ ઉમેશ્વરીબાએ ૪૯ રન બનાવતા પોરબંદરની ટીમની જીત નિヘતિ બની : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના કાર્યકરી પ્રમુખ અને પોરબંદરના વકીલ દિપકભાઇ લાખાણીએ વિજેતા મહિલા ટીમને અભિનંદન પાઠવ્યા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૮: રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડીયમમાં આંતર જિલ્લા મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટના ફાઇનલના રોમાંચક મુકાબલામાં રાજકોટની મહિલા ક્રિકેટ ટીમ સામે પોરબંદરની મહિલા ક્રિકેટ ટીમનો વિજય થતા પોરબંદરનું ગૌરવ વધ્યું છે.
રાજકોટના શ્રી નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમના બી ગ્રાઉન્ડ ઉપર પોરબંદર જિલ્લા ક્રિકેટ એસોસિએશનની ટીમ અને રાજકોટ A ની મહિલા ટીમે SCA આંતર જિલ્લા મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઇનલ મેચ રમેલી જેમાં પોરબંદર જિલ્લાએ ટોસ જીતીને ફિલ્ડીંગ કરેલી.
પોરબંદર જિલ્લાની શાનદાર બોલીને કારણે રાજકોટ જિલ્લાની ટીમ માત્ર ૧૨૯ રનમાં ઓલ આઉટ થઈ ગયેલી.
પોરબંદર જિલ્લા તરફથી શાનદાર બોલિંગ નું પ્રદર્શન નિત્યા પંચાલ ૨૪ રનમાં ત્રણ (૩) વિકેટ તેમજ મનીષા ગઢીયા ૧૭ રનમાં ચાર(૪) તેમજ પૂજા મોઢવાડિયા અને શ્રદ્ધા મોતી વરસ ૧/૧ વિકેટ લીધેલી.
પોરબંદર જિલ્લાની ટીમ જ્યારે બેટિંગ કરવા ઉતરી તો તેમના બંને ઓપનિગ દ્વારા શાનદાર ભાગીદારી નોંધાવેલ જેમાં નિત્યા પંચાલના ૨૪ રન મુખ્ય હતા. ત્યારબાદ ઉમેશ્વરીબા જેઠવા ૪૯ રન અને શ્રદ્ધા બાપોદરા ૨૫ રન દ્વારા શાનદાર બેટિંગનું પરફોર્મન્સ બતાવી અને પોરબંદરને જિલ્લાની ટીમ રાજકોટ જિલ્લા ટીમ ઉપર જીત મેળવી અને પહેલી SCA આંતર જિલ્લા મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ જીતી લીધી હતી.
પોરબંદર જિલ્લા મહિલા ક્રિકેટ ટીમના કોચ શ્રી મનીષ સલેટ અને પ્રતાપ ઝુંગી દ્વારા ખૂબ મહેનત કરાવી અને મહેનત ટીમને તૈયાર કરેલી હતી.
પોરબંદર જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખશ્રી રણછોડભાઈ શિયાળ ઉપપ્રમુખ શ્રી પવનભાઈ શિયાળ , સુરેશભાઈ કોટેચા તેમજ રાજેન્દ્રસિંહ જાડેજા સેક્રેટરી શ્રી હિતેશભાઈ સોનેરી અને પીબી ગોકાણી તેમજ પરેશભાઈ સીમારીયા દ્વારા મહિલા ક્રિકેટ ટીમના ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલા અને ચેમ્પિયન ટીમ માટે ક્રિકેટ સ્વેટર અને ટ્રેકસૂટનું ઇનામ જાહેર કરેલું છે.
સૌરાષ્ટ્રની મહિલા ક્રિકેટ ટીમમાં પોરબંદરના પલાડીઓનો સમાવેશ
પોરબંદરના કાશ્મીરા સંઘવીની સૌરાષ્ટ્ર મહિલા ક્રિકેટ ટીમના ટીમ મેનેજર તરીકે વરણી
(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૮: સૌરાષ્ટ્ર ્ર ક્રિકેટ એસોસિયેશનની અંદર ૨૩ ની મહિલાની ક્રિકેટ ટીમની જાહેરાત થયેલી જેમાં પોરબંદર જિલ્લાની પાંચ મહિલા ખેલાડી સિલેક્ટ થયેલ છે. (૧) ઉમેશ્વરિબા જેઠવા (૨) રિદ્ધિ કડછા (૩) નિત્યા પંચાલ (૪) નિધિ પોરીયા (૫) મોનિકા વિરાણી, અને સૌરાષ્ટ્રની મહિલા ટીમના ટીમ મેનેજર તરીકે પોરબંદરના કાશ્મીરા સંઘવીને વરણી કરવામાં આવેલ છે.
સૌરાષ્ટ્રની ટીમ વિજય વાળા ખાતે બીસીઆઇની મહિલા ક્રિકેટની અન્ડર ૨૩ ની ટુર્નામેન્ટ રમવા જશે.
(12:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
