તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th November 2025
વાંકાનેર હાઇવે ઉપર પોલીસ ચોકીમાં ટ્રક ઘુસી ગયોઃ એક રીક્ષાને પણ ઉલાળી

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા.૧૮: વાંકાનેરમાં આજે મોડી રાત્રે ચારેક વાગ્યે બાઉન્ડ્રી તરફથી આવી રહેલા એક ટ્રકે વાંકાનેર હાઈવે સ્થિત બનાવાયેલા પોલીસ ચોકીને ઝપટમાં લેતા તે તૂટી ગયું હતું, ઉપરાંત એક રીક્ષાને પણ હડફેટે લઈ તેને નુકશાન પહોંચાડયું હતું. એક વિજપોલ પણ તુટેલ. આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. વાંકાનેર પોલીસે ટ્રક ડ્રાઈવરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. પીજીવીસીએલ દ્વારા લાઈટની તાત્કાલીક કામગીરી હાથધરી છે. (તસ્વીર-અહેવાલઃ મહમદ રાઠોડ, વાંકાનેર)
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
