તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th November 2025
ઉનાના વરસીંગપુરની ૨૪ વર્ષિય સગર્ભા શાંતુબેનનો એસિડ ગટગટાવી આપઘાત
સારવાર દરમિયાન રાજકોટમાં દમ તોડતાં પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૧૮: ગીર સોમનાથના ઉના તાબેના વરસીંગપુરમાં રહેતી શાંતુબેન દિનેશ સોલંકી (ઉ.વ.૨૪) નામની સગર્ભા પરિણીતાએ એસિડ પી લેતાં સારવાર દરમિયાન રાજકોટમાં મોત થતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.
શાંતુબેને રવિવારે સાંજે સાતેક વાગ્યે ઘરે હતી ત્યારે એસિડ ગટગટાવી લેતાં ઉના સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. અહિ મોત થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. આપઘાત કરનાર શાંતુબેનના લગ્ન અઢી વર્ષ પહેલા થયા હતાં. તેણીને સંતાનમાં એક દિકરો છે. હાલમાં પેટમાં દોઢ માસનો ગર્ભ હતો. તેણીનો પતિ હીરા ઘસવાની મજૂરી કરે છે. માવતર ઉનાના નાથડ ગામે રહે છે.
શાંતુબેનના સગાએ કહ્યું હતું કે તેણીને માનસિક તકલીફ હોઇ તેના કારણે એસિડ પી લીધું હતું. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણા સહિતે ઉના પોલીસને જાણ કરી હતી. પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ પોલીસ મૃતકના માવતર સહિતના નિવેદનો નોંધી વધુ તપાસ કરશે.
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
