<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th November 2025

સુરેન્‍દ્રનગરમાં પાક નૂકસાનના ફોર્મ ભરવાનું સર્વર ખુલ્‍યું ત્‍યાં ૭/૧૨ કાઢવાનું સર્વર થયું ઠપ્‍પ..

પરેશાનીમાં વધારો : ખેડૂતો મામલતદારને રજૂઆત કરવા પહોંચ્‍યા : બેસવાની વ્‍યવસ્‍થા નથી અને પીવાના પાણીની પણ વ્‍યવસ્‍થા ન હોવાની રજુઆત

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૧૮: સુરેન્‍દ્રનગર જિલ્લામાં ઓક્‍ટોબર મહિનાના છેલ્લા સપ્તાહ અને નવેમ્‍બર મહિનાના પ્રથમ સપ્તાહ માં માવઠું થયું છે જેને લઈને સુરેન્‍દ્રનગર જિલ્લાના ખેડૂતોના ઉભા પાકોને વ્‍યાપક નુકસાન પહોંચ્‍યું છે જેમાં કપાસ મગફળી શાકભાજી લીલા ઘાસચારાનો શોથ વળી ગયો છે ત્‍યારે સરકાર દ્વારા ૧૦,૦૦૦ કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન વળતર પેકેજ સમગ્ર ગુજરાત રાજ્‍યના ખેડૂતો માટે જાહેર કર્યું છે અને હાલ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ત્‍યારે ફોર્મ ભરવા જતાં ખેડૂતો લાઈનોમાં ઊભા રહે છે પરંતુ સર્વર પ્રશ્‍નો છે તે સુરેન્‍દ્રનગર જિલ્લામાં સતત વધતા જઈ રહ્યા છે. તાલુકા પંચાયત કચેરીઓ ખાતે ખેડૂતો ગયા ત્‍યારે પાક નુકસાન વળતર ના ફોર્મ ભરવાનું સર્વર આજે ખુલ્‍યું પરંતુ તેની સામે સાતબાર કઢાવવા માટે મામલતદાર કચેરીઓ ખાતે ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી હતી. ખાસ કરીને સર્વર ડાઉન હોવાના કારણે સાતબાર કઢાવતા સમયે ખેડૂતોના પગમાં પાણી આવી જાય તે પ્રકારની પરિસ્‍થિતિનું નિર્માણ થયું છે કલાકો સુધી ખેડૂતોને ઉભા રહેવું પડ્‍યું છે અંતે ખેડૂતો કંટાળી અને મામલતદારને રજૂઆત કરવા માટે પહોંચ્‍યા હતા. સુરેન્‍દ્રનગર જિલ્લામાં પાક નુકસાન વળતરના ફોર્મ ભરવાનો આજે ચોથો દિવસ છે ત્‍યારે પાક નુકસાન વળતર સહાય માટેના રજીસ્‍ટ્રેશન કરાવવાના ફોર્મનું પોર્ટલ ખોલ્‍યું ત્‍યારે તાલુકા પંચાયત ખાતે ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી હતી ત્‍યારે બીજી તરફ સાતબાર કઢાવવા માટે પણ લાંબી કતારો મામલતદાર કચેરી ખાતે જોવા મળી હતી અને તલાટીના દાખલા લેવા માટે પણ પડાપડી થવા લાગી હતી ત્‍યારે સમગ્ર સિસ્‍ટમમાંથી પસાર થયા બાદ ફોર્મ નું રજીસ્‍ટ્રેશન થઈ રહ્યું છે.ત્‍યારે ખાસ કરીને તાલુકા પંચાયત કચેરી ખાતે પીવાના પાણીની અને ખેડૂતો માટે બેસવાની વ્‍યવસ્‍થા ન હોવાના કારણે ખેડૂતો રોસે ભરાયા હતા અને અંતે પ્રથમ ટીડીઓને રજૂઆત કરવા પહોંચ્‍યા હતા પરંતુ અંતે મામલતદાર કચેરીએ પહોંચી અને સમગ્ર પોતાની વ્‍યથા ઠાલવી અને રજૂઆત કરી પીવાના પાણી અને બેસવા માટેની તેમજ ફોર્મ ભરવા માટેની યોગ્‍ય વ્‍યવસ્‍થા ઉપલબ્‍ધ કરાવવા રજૂઆત કરવામાં આવી હતી અને આ મુદ્દે ધારાસભ્‍યને પણ ટેલીફોનિક રીતે ખેડૂતો દ્વારા રજૂઆત કરી અને સુવિધાઓ ઉપલબ્‍ધ કરવા માંગ કરવામાં આવી હતી

(11:50 AM IST)