તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th November 2025
ભાવનગર જિલ્લા ભાજપ કાર્યાલય ભાવ કમલમનું તા.૨૦એ કેન્દ્રીય મંત્રી
અમિત શાહ અને પ્રદેશ ભાજપ પ્રમુખ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં ઉદઘાટન

( મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૮: આગામી ૨૦ નવેમ્બરના રોજ ભાવનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ભવ્ય કાર્યાલય‘‘ભાવ કમલમ''ના ઉદ્ધાટન પ્રસંગે કેન્દ્રીય ગળહ અને સહકાર મંત્રી અમિત શાહ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ભાવનગરના આંગણે પધારી રહ્યા છે.
જેના ભાગરૂપે શહેર અને જિલ્લા ભાજપે પત્રકાર પરિષદ યોજી માહિતી પૂરી પાડી હતી. ગળહમંત્રી અને નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ ભાવનગરની મુલાકાતેઆ અંગે કળષિ મંત્રી જીતુ વાઘાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લાનું આગામી તારીખ ૨૦ નવેમ્બરના રોજ નારી ચોકડી ખાતે આવેલ જિલ્લા કાર્યાલયનો ઉદઘાટન કરવા માટે ગૃહ મંત્રી અમિત શાહ અને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ભાવનગર આવી રહ્યા છે. પ્રદેશ અધ્યક્ષ પહેલીવાર ભાવનગર આવતા હોવાથી સ્વાગત માટેની તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે. તેમજ બિહારની મોટી જીત પછી ગુજરાતમાં ગળહમંત્રી પહેલી જ વાર ગુજરાતમાં પધારી રહ્યા છે, એમાં પણ ખાસ ભાવનગર પધારી રહ્યા છે ત્યારે તેમનું વાજતે ગાજતે ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવશે.
આ પત્રકાર પરિષદમાં પ્રભારી મંત્રી કૌશિકભાઇ વેકરીયા, કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા, કળષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય સેજલબેન ચૌહાણ, જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ, શહેરપ્રમુખ કુમારભાઈ શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
