તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 16th November 2025
રાવળા તળાવના કુવામાં ઉત્તરાખંડના યુવકે ઝંપલાવ્યું: દ્વારકા ફાયર વિભાગે ફિલ્મી ઢબે જીવ બચાવ્યો
26 વર્ષીય યુવકના આત્મહત્યાના પ્રયાસથી યાત્રાધામમાં સનસની, સોશિયલ મીડિયા પર ઘટનાનો વિડિયો વાયરલ

દ્વારકા : પવિત્ર યાત્રાધામ દ્વારકામાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે, જ્યાં ઉત્તરાખંડના એક યુવકે અચાનક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ યુવકનું નામ નરેન્દ્રસિંહ ગામી છે, જેની ઉંમર આશરે 26 વર્ષની છે. નરેન્દ્રસિંહ ગામીએ દ્વારકાના પ્રખ્યાત રાવળા તળાવની મધ્યમાં આવેલા કુવામાં અચાનક ઝંપલાવીને પોતાનો જીવ આપવાનો પ્રયાસ કરતાં હાજર લોકોમાં ગભરાહટ ફેલાયો હતો અને તાત્કાલિક મદદ માટે બૂમાબૂમ થઈ હતી.
યુવકના આત્મહત્યાના પ્રયાસની જાણ થતાં જ દ્વારકા નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર વિભાગના જવાનોએ એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના, સમયસૂચકતા વાપરીને અને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. ફાયરની ટીમે ભારે જહેમત બાદ કુવામાં પડેલા યુવકને સહી-સલામત રીતે બહાર કાઢ્યો હતો અને તેને નવો જીવ બક્ષ્યો હતો.
ફાયર વિભાગની આ સમયસરની કામગીરીને કારણે યુવકનો જીવ બચી ગયો છે, પરંતુ આ સમગ્ર ઘટનાને પગલે દ્વારકામાં ટોક ઓફ ધ ટાઉન બની છે. આત્મહત્યાના પ્રયાસનો આ સંપૂર્ણ વિડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પણ વાયરલ થઈ રહ્યો છે. યુવકને કુવામાંથી બહાર કાઢ્યા બાદ તેને જરૂરી સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેના જીવને કોઈ જોખમ ન હોવાનું જાણવા મળ્યું છે.
હાલમાં યુવકે કયા કારણોસર આટલું ગંભીર પગલું ભર્યું તે અંગેની વિગતો બહાર આવી નથી. પોલીસ દ્વારા ઉત્તરાખંડના આ યુવકનું નિવેદન લેવાની અને તેણે આત્મહત્યાનો પ્રયાસ શા માટે કર્યો તે અંગેની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ યાત્રાધામની શાંતિમાં થોડા સમય માટે ભંગ પાડ્યો હતો, પરંતુ ફાયર વિભાગની તત્પરતાને કારણે એક યુવકનો જીવ બચી ગયો તે એક સંતોષની વાત છે.
(4:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
