<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th November 2025

જેતપુર-જેતલસર રેલવે ઓવરબ્રિજ પાસે ડમ્પર ચાલકે ઇકો વાનને મારી ટક્કર: 9 લોકો ઈજાગ્રસ્ત

કોટડાસાંગાણીના નવાગામ રામપરાથી જેતપુર જેતલસર પ્રસંગમાં જતા સમયે અકસ્માત નડ્યો

રાજકોટ જિલ્લાના જેતપુર જેતલસર રેલવે ઓવરબ્રિજ પાસે અકસ્માત થયો છે. ડમ્પર ચાલકે ઇકો વાનને ટક્કર મારતા ઇકો વાનમાં બેસેલ નવ વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે. નવ જેટલા લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે. કોટડાસાંગાણીના નવાગામ રામપરાથી જેતપુર જેતલસર પ્રસંગમાં જતા સમયે અકસ્માત નડ્યો હતો. ઈજાગ્રસ્તોને જેતપુર સરકારી હોસ્પિટલ સારવાર અર્થ ખસેડાયા છે. જેતપુર તાલુકા પોલીસ હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી છે.

(11:49 AM IST)