<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th November 2025

ધોરાજીના જેતપુર રોડ પર આવેલા નાફ્રેડના ખરીદી કેન્દ્ર પર આગ ભભૂકી :મગફળી ભરવા માટેના બારદાન ભસ્મી ભૂત

ખેડૂતોની ખરીદીને રોકવામાં નહીં આવે: રાજકોટથી બારદાનનો વધુ જથ્થો મંગાવી લેવાયો જેથી ખેડૂતોને કોઈ અડચણ નહીં થાય

(કિશોરભાઈ રાઠોડ દ્વારા)ધોરાજી:-ધોરાજીના જેતપુર રોડ નેશનલ હાઈવે પાસે અતુલ સોલવન્ટના ગ્રાઉન્ડમાં નાફ્રેડ દ્વારા 11 તારીખથી ખેડૂતોની મગફળીની ખરીદી હાથ ધરાય છે ત્યારે આજરોજ બપોરના સમયે નાફ્રેડના ગોડાઉનમાં ખુલ્લા ગ્રાઉન્ડમાં પડેલા બારદાન કોઈ  અગમ્ય કારણોસર આગ લગી જતા બારદાનનો જથ્થો ભસ્મી ભૂત થઈ જવા પામ્યો હતો.
મળતી વિગતો પ્રમાણે નાગરિક દ્વારા ખેડૂતોની મગફળી ખરીદી માટેનું કેન્દ્ર ધોરાજીના જેતપુર રોડ નેશનલ હાઈવે પાસે આવેલ અતુલ મીલમાં ગ્રાઉન્ડ અને શેડ પર કરવામાં આવી રહ્યું હતું જેમાં કોઈ કારણોસર બપોરે ખુલ્લા ગ્રાઉન્ડમાં રહેલા બારદાન કોથળામાં આગ લાગી જતા બારદાન અને તમામ કોથળાઓ સળગી ગયા હતા ઘટનાને પગલે તાત્કાલિક  આગને ઠારવામાં આવી હતી.
આ સમયે ધોરાજી ના મામલતદાર  આર.કે પંચાલ વિગેરે અધિકારીઓ  દોડી ગયા હતાઆ મામલે ગુજકોમાસોલના ધોરાજી વિસ્તારના અધિકારી પિયુષ પટેલે જણાવ્યું હતું કે 11મી તારીખથી ખેડૂતોની મગફળી નાફ્રેડ દ્વારા ખરીદ કરવાનું કામગીરી ચાલી રહી છે ત્યારે આજરોજ કોઈ કારણોસર મેદાનમાં રહેલા કોથળા નો જથ્થો જેમાં આગ લાગી જતા તમામ બારદાન સળગી જવા પામ્યા છે. જોકે આ બાબતે ખેડૂતોની ખરીદીને રોકવામાં નહીં આવે રાજકોટ થી બારદાનનો વધુ જથ્થો મંગાવી લેવામાં આવ્યો છે જેથી ખેડૂતોને કોઈ અડચણ નહીં થાય આ ઉપરાંત આગની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી અને આગજની ને કારણે થયેલ નુકસાન નું સર્વે કરવામાં આવશે

(9:08 PM IST)