<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th November 2025

ધ્રાંગધ્રામાં એક મકાનમાં આગ લગાડવાના મામલે બે આરોપીની ધરપકડ: પોલીસે રિંકન્ટ્રક્શન કરાવ્યું

પોલીસ તપાસમાં બન્ને શખ્સો દ્વારા પૂર્વ કાવતરું ઘડી આગ લગાડી હોવાનો ખુલાસો થયો હતો

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં મકાનમા આગ લગાડવાના મામલે પોલીસ દ્વારા બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. જે બાદ પોલીસે ઘટનાનું રિકન્ટ્રશન કરાવી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે મળેલી ફરિયાદના આધારે તપાસ કરતા આગ લગાડવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.

 

ઘટનાની મળતી વિગતો અનુસાર, ધ્રાંગધ્રા શહેરના સુથાર શેરી વિસ્તારમાં આવેલા અફઝલભાઈ રહીમભાઈના મકાનમા તારીખ 11-11-2025 ના રોજ સવારના સમયે આશરે 3.30 ની આજુબાજુ મકાનમા આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનાના પગલે ફાયર ટીમ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

 

આ ઘટનાથી અફઝલભાઈ રહીમભાઈ એ ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે પોતાના મકાનમા આગ લગાડવામાં આવી હોવાની જાણવા જોગ ફરિયાદ આપી હતી. જે બાદ પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપીઓ એ અગાઉનું મનદુઃખ રાખી આગ લગાડવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.

 

પોલીસ દ્વારા અરમાન હબિબભાઈ મકરાણી તથા રિયાઝ મહંમદભાઈ મંડલી નામના બે શખ્સોની અટકાયત કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં બન્ને શખ્સો દ્વારા પૂર્વ કાવતરું ઘડી આગ લગાડી હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે આરોપી પાસેથી આગ કેવી રીતે લગાડી છે અને સેનાથી આગ લગાડી તે બધી વસ્તુનો મુદ્દામાલ કબ્જે કરી હતી. આ આગ લાગવાની ઘટનામાં ફોરેસ્ટિક ટીમને પણ બોલાવવામાં આવી હતી. પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

(8:24 PM IST)