તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 14th November 2025
બંગાળની ખાડીની મજબુત સીસ્ટમ અરબ સાગરમાં પ્રવેશશે
શિયાળો હજુયે રાત્રી પુરતો સમીતી છે ત્યારે હવે પછી : આ સીસ્ટમ ગુજરાત સુધી લંબાઇ શકે છે કે કેમ? એ તરફ વેધર એનાલીસીસ્ટોની ચાંપતી નજર

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા., ૧૪ : રાત્રીનો શિયાળો શરૂ આ શિર્ષકથી અમારા આગલા અહેવાલથી અત્યાર સુધી રાત્રીનો જ શિયાળો યથાવત જોવા મળી રહયો છે. વિતેલ ચોથી નવેમ્બરે જમ્મુ-કાશ્મીર સહિત હિમાલય પર્વતમાળા સાથે જોડાયેલા વિસ્તારોમાં થયેલ બરફ વર્ષા બાદ ઉતર-પヘમિથી શરૂ થયેલા શુષ્ક ઠંડાગાર પવનોથી આપણે ત્યાં રાત્રીનો શિયાળો ક્રમશઃ આગળ ધપતો અનુભવાઇ રહયો છે.
જો કે દેશના કેટલાક અન્ય રાજયોમાં તો શિત લહેરનો દૌર શરૂ થયેલો છે. આપણે જ હાલ માત્ર રાત્રીના સમયે ગુલાબી ઠંડી વાળો દૌર અનુભવાઇ રહયો છે. જે મોડી સવાર સુધી યથાવત જોવા મળી રહયો છે. સુર્યની પ્રખરતાથી દિવસમાં જો કે ઠંડી ગાયબ થઇ જાય છે. આ માસના મધ્ય ભાગ બાદ અર્થાત નવેમ્બરના ઉતરાર્ધે નવા મજબુત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સાર થવા બાદ દિવસે પણ હાડ ધ્રુજાવતી-ઠુઠરાવતી ઠંડીનો દૌર ડીસેમ્બર શરૂ થવા પુર્વે શરૂ થઇ શકવાની પુરી સંભાવના છે.
આઇએમડીના ટેન ડેઝ ફોસ્કાસ્ટ મોડેલ મેપ્સમાં ર૦ તારીખ આસપાસ બંગાળની ખાડીની મજબુત સીસ્ટમ બળુકી બનીને તામીલનાડુ સહીતના રાજયોમાં ભારે વરસાદ સાથે સાઉથ ઇસ્ટ મોન્સુને ને એકટીવ કરી નાખશે. આ સીસ્ટમ દક્ષિણના રાજયોને પાર કરી અરબ સાગરમાં પ્રવેશ કરશે તેવુ પુર્વાનુમાન સ્કાયમેટના વી.પી.મહેશ પલાવત કરે છે. તેનું સ્વરૂપ કેવું રહેશે? એ હાલ રસપુર્વક, અધીરાઇથી ચાંપતી નજરે જોવાઇ રહયું છે. આઇએમડી આગામી દિવસો માટે અન્ય રાજયોમાં વરસાદ તથા શિતલહેરનું પુર્વાનુમાન કરે છે પણ ગુજરાત માટે હાલની સ્થિતિ રહેવાની જ આગાહી કરે છે.
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
