<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th November 2025

મોરબીના નવલખી રોડ પર ખુલ્લા નાળામાંથી અર્ધ નગ્ન હાલતમાં મૃતદેહ મળ્યો.

મૃતક મૂળ મધ્યપ્રદેશના વતની અને બે દિવસ પૂર્વે જ મોરબી મજુરી કામ અર્થે આવ્યા હતા

( પ્રવિણ વય્સ્સ દ્વારા ) મોરબી શહેરના નવલખી રોડ પર આવેલ નાળામાંથી આજે સવારે પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો નાલામાં મૃતદેહ મળ્યો હોવાથી આસપાસ લોકોના ટોળા એકત્ર થયા હતા અજાણ્યા પુરુષનો મૃતદેહ અર્ધ નગ્ન હાલતમાં જોવા મળ્યો હતો બનાવની જાણ થતા પોલીસ ટીમ દોડી ગઈ હતી મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

    બનાવ અંગે તપાસ ચલાવતા એ ડીવીઝન પોલીસ કર્મચારી વાલભા ચાવડાએ માહિતી આપતા જણાવ્યું હતું કે મૃતક રવિન્દ્ર સોનીયાભાઈ ભુરીયા (ઉ.વ.૩૩) મૂળ મધ્યપ્રદેશના વતની હોવાનું જાણવા મળ્યું છે મૃતક બે દિવસ પૂર્વે જ મોરબી મજુરી કામ અર્થે આવ્યા હતા અને મૃતકને વાઈની તકલીફ હોય વાઈ આવતા નાળામાં કોઈ કારણોસર પડી જતા મોત થયું છે સીટી એ ડીવીઝન પોલીસે બનાવ અંગે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:18 AM IST)