<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th November 2025

આરોપીને આશરો આપવા અને ઘરમાંથી દારુની બોટલ મળતા ભાવનગરની બે મહિલા કોન્સ્ટેબલ સામે ફરિયાદ

AHTUના કોન્સ્ટેબલ એ ભરતનગર પોલીસ મથકમાં 2 મહિલા કોન્સ્ટેબલ અને એટ્રોસીટીના આરોપી પાર્થ ધાંધલ્યા સામે ફરીયાદ નોંધાઈ

ભાવનગરની બે મહિલા પોલીસ કોન્સ્ટેબલ સામે આરોપીને આશરો આપવા અને ઘરમાંથી દારુની બોટલ મળી આવતા કેસ નોંધવામાં આવ્યો છે. ભાવનગર શહેર ના ભરતનગર પોલીસ મથક અને AHTU પોલીસમાં ફરજ બજાવતા 2 મહિલા કોન્સ્ટેબલ અને એક યુવાન સામે પોલીસ ફરીયાદ નોંધાઈ છે  ભરતનગર પોલીસ મથક માં AHTU માં ફરજ બજાવતા કોન્સ્ટેબલએ પોલીસ ફરિયાદ નોંધાવી છે 

  થોડા સમય પહેલા વરતેજ પોલીસ મથકમાં નોંધાયેલ એટ્રોસીટી ગુન્હાના આરોપીને આ મહિલા કોન્સ્ટેબલે આપ્યો હતો પોતાના જ ધરે આશરો આપ્યો હતો . AHTU અને પેરોલ ફર્લોની ટિમને મળેલી બાતમીના આધારે મહિલા કોન્સ્ટેબલના ઘરે ચેકીંગ કરવામાં આવતા એટ્રોસીટીનો આરોપી મળી આવ્યો હતો. આ સાથે પોલીસને એક દારૂની બોટલ પણ મહિલા કોન્સ્ટેબલના ઘરેથી મળી આવી હતી. AHTUના કોન્સ્ટેબલ એ ભરતનગર પોલીસ મથકમાં 2 મહિલા કોન્સ્ટેબલ અને એટ્રોસીટીના આરોપી પાર્થ ધાંધલ્યા સામે ફરીયાદ નોંધાઈ છે.

 

(11:26 PM IST)