તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th November 2025
પોરબંદર સમુદ્ર કિનારા પર ભારતીય સેનાની ત્રણેય પાંખનો આયુક્ત કવાયત યોજાઈ
માધવપુર ખાતે યોજાયેલ યુદ્ધાભ્યાસમાં આત્મનિર્ભર ભારત અંતર્ગતના શસ્ત્રોનો ઉપયોગ ;સમુદ્ર કિનારા પર બંકરો અને લેન્ડ ગ્રેનેટ, બોમ્બ મારથી ધરા ધ્રુજી

પોરબંદર સમુદ્ર કિનારા પર ભારતીય સેનાની ત્રણેય પાંખનો આયુક્ત કવાયત યોજાઈ હતી. ઇન્ડિયન નેવી, ઇન્ડિયન એરફોર્સ, અને ઇન્ડિયન આર્મી દ્વારા કવાયત યોજાઈ હતી. ભારતીય બનાવટની શીપ, ટેન્ક, એરક્રાફ્ટ, મિગ 29 અને જગુઆર જેવા આધુનિક ટેકનોલોજી વાળા શસ્ત્ર સંરજામનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. માધવપુર ખાતે યોજાયેલ યુદ્ધાભ્યાસમાં આત્મનિર્ભર ભારત અંતર્ગતના શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવેલ હતો. ડ્રોન કેસ સહિતની રોમાંચક કવાયત આજની ઇવેન્ટ માં જોવા મળી હતી. માધવપુર સમુદ્ર કિનારા પર બંકરો અને લેન્ડ ગ્રેનેટ, બોમ્બ મારથી ધરા ધ્રુજી ઉઠી હતી.ૉ
(7:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
