તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th November 2025
રાણપુરના જાળીલા ગામમાં એક યુવકનો મૃતદેહ મળતા ભારે ચકચાર :શરીર પર ઇજાના નિશાન
અજાણ્યા વ્યક્તિનો ફોન આવતા યુવક “મિત્રને મળી પાછો આવું છું” કહીને ઘરેથી નીકળ્યો હતો,

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાળીલા ગામમાં એક યુવકનો મૃતદેહ મળતા ગામમાં ચકચાર મચી ગઈ છે. યુવકનો મૃતદેહ પાણીની ટાંકી પાસે પરથી મળ્યો હતો. માહિતી મુજબ, અજાણ્યા વ્યક્તિનો ફોન આવતા યુવક “મિત્રને મળી પાછો આવું છું” કહીને ઘરેથી નીકળ્યો હતો, પરંતુ મોડી રાત્રે પણ પરત ન આવતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. ત્યારબાદ તપાસ દરમિયાન યુવકનો મૃતદેહ મળ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ મૃતદેહ પર ઇજાના નિશાન જોવા મળ્યા છે, જેના આધારે પરિવારજનોએ હત્યાનો આક્ષેપ કર્યો છે. તેઓએ આરોપીઓ સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે. ઘટનાની જાણ થતાં રાણપુર પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે, જ્યારે મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને પરિવારજનો હોસ્પિટલ ખાતે એકત્ર થયા છે.
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
