તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th November 2025
ઉપલેટામાં વિદેશી દારૂ ભરેલ કાર સાથે બે શખ્સોને રૂરલ એલસીબીએ ઝડપી લીધા
દારૂ-કાર સહિત ૪.૪૯ લાખના મુદ્દામાલ સાથે ઇમરાન અને નવાઝની ધરપકડ

તસ્વીરમાં પકડાયેલ બંન્ને શખ્સો અને કાર નજરે પડે છે.
રાજકોટ, તા. ૧૩ : ઉપલેટામાં રૂરલ એલસીબીએ વોચ ગોઠવી વિદેશી દારૂ ભરેલ કાર સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા.
રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરએ દારૂ જુગારના કેશો શોધી કાઢવા સુચના આપેલ હોય જે સુચના અન્વયે એલસીબી રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેકટર વી.વી. ઓડેદરા તથા પો. સ.ઇ. એચ.સી. ગોહીલના માર્ગદર્શન હેઠળ પો. સ.ઇ. આર.વી. ભીમાણી એલ.સી.બી. સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો. હેડ કોન્સ. નિલેશભાઇ ડાંગર, રાજુભાઇ સાંબડા, દિવ્યેશભાઇ સુવા, હરેશભાઇ પરમારનાઓને સંયુકત બાતમી હકિકત આધારે ઉપલેટા પોલીસ સ્ટેશન વિસ્તારના ગાંધી ચોક પાસે જાહેર રોડ પરથી ફોર વ્હીલ કારમાંથી ઇમરાન ઇકબાલભાઇ લાખાણી રહે. જેતપુર નવાગઢ ગેસ ગોડાઉન તથા નવાજ આસીફભાઇ કુરેશી રહે. સ્મશાન રોડ રસુલપરા ઉપલેટાને પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૪૭૦ કિ. રૂા. ૧,ર૯, રપ૦/- ફોર વ્હીલ કાર નંગ -૧ કિ. રૂા. ૩ લાખ તથા મોબાઇલ નંગ -૧ કિ. ર૦ હજાર મળી કુલ ૪.૪૯ રપ૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
આ કાર્યવાહી રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના એ.એસ.આઇ. અનીલભાઇ બડકોદીયા, બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, પો. હેડ કોન્સ. નિલેશભાઇ ડાંગર, રાજુભાઇ સાંબડા, દિવ્યેશભાઇ સુવા, હરેશભાઇ પરમાર, અરવિંદસિંહ જાડેજા તથા ડ્રા. પો. કોન્સ. અબ્દુલભાઇ શેખ સહિતના સ્ટાફે કરી હતી.
(12:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
