તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th November 2025
ઉપલેટા-પોરબંદરના ચીલઝડપના ગુન્હામાં ૧પ વર્ષથી વોન્ટેડ રાજકોટનો લખમણ ઉર્ફે અજય પકડાયો
પોલીસથી બચવા ખોટુ નામ ધારણ કરી રહેતો'તો રૂરલ એલસીબીએ ઝડપી લીધો

રાજકોટ, તા. ૧૩: ઉપલેટા-પોરબંદરના ચીલઝડપના ગુન્હામાં ૧પ વર્ષની વોન્ટેડ રાજકોટના શખ્સને રૂરલ એલસીબીએ ઝડપી લીધો હતો.
રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જર એ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા અંગે સુચનાઓ તથા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. એચ.સી.ગોહીલ તથા પો.સબ.ઇન્સ. આર.વી.ભીમાણી ની રાહબરી હેઠળ એલ.સી.બી શાખાના સ્ટાફના માણસો ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસતા ફરતા આરોપીની વોચ તપાસમાં હતા તે દરમ્યાન હ્યુમન સોર્સ તથા ટેકનિકલ થી મળેલ ખાનગી માહીતીના આધારે રાજકોટ ગ્રામ્ય જીલ્લાના ઉપલેટા પોલીસ સ્ટેશનના ચીલઝડપના ગુન્હામા છેલ્લા ૧૫ વર્ષથી આરોપી લખમણ ઉર્ફે અજય પુજાભાઇ વાસણ તેરૈયા ચોકડી આવાસ કવાર્ટર રાજકોટ નાસતો-ફરતો રહેલ હોય જેથી નામદાર ઉપલેટા કોર્ટ દ્વારા મજકુર ઇસમનુ સી.આર.પી.સી. કલમ ૭૦ મુજબનુ ધરપકડ વોરંટ ઇસ્યુ કરેલ હોય અને મજકુર આરોપી હાલે ખોટુ નામ ધારણ કરી ભાવનગર જીલ્લાના વલ્લભીપુર તાલુકાના હડીયાદ ગામે બાલુભાઇ પુંજાભાઇ વાસણ એવુ નામ ધારણ કરી રહેતો હોય અને મજકુર હાલે રીબડા ચોકડી ખાતેથી પસાર થવાનો હોવાની ચોક્કસ અને ભરોસાપાત્ર હકિકત મળતા મજકુરને પકડી પાડી આગળની કાયદેસર કાર્યવાહી સારૂ ગોંડલ તાલુકા પો.સ્ટે. ખાતે સોંપી આપેલ છે. પકડાયેલ આરોપી લખમણ સામે કેશોદ તથા પોરબંદરમાં ગુન્હાઓ નોંધાયા છે.
આ કામગીરી એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના એ.એસ.આઇ. બાલક્રુષ્ણભાઇ ત્રિવેદી, ઇન્દ્રસિંહ જાડેજા, જયવિરસિંહ રાણા તથા પો.હેડકોન્સ. મનોજભાઇ બાયલ, ભગીરથસિંહ જાડેજા તથા પો.કો. મહિપાલસિંહ ચુડાસમા, ભાવેશભાઇ મકવાણા વિગેરે જોડાયેલ હતા.
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
