તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th November 2025
ધોરાજીના મોટીમારડ પાસે વાડીના કુવામાં ઝંપલાવી નુરૂભાઈનો આપઘાત
ઘણા સમયથી ગુમસુમ રહેતા'તાઃ બે દિવસથી ગુમ પ્રૌઢની ગઈકાલે કુવામાંથી લાશ મળી

રાજકોટ, તા.૧૩: ધોરાજીના મોટીમારડ ગામ પાસે આવેલી વાડીના કુવામાં ઝંપલાવી પ્રૌઢે આપઘાત કરી લેતા પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.
મળતી વિગત મુજબ મોટી મારડ ગામ પાસે વાડીમાં રહેતા નુરૂભાઈ રીચ્છુભાઈ માવડા (ઉ.વ.૫૦) બે દિવસ પહેલા ઘરેથી કોઇને કહયા વગર નીકળી ગયા હતા. તે ઘરે પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ હાથધરી હતી. દરમ્યાન ગઈ કાલે તેની વાડીના કુવામાંથી તેની લાશ મળી આવી હતી. બનાવની જાણ થતા પાટણવાવ પોલીસે સ્થળ પર પહોંચી પ્રૌઢના મૃતદેહનું પીએમ કરાવવા માટે મૃતદેહને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક નુરૂભાઈ અગાઉ પણ ઘરેથી નીકળી ગયા હતા, બાદ તે પરત આવી ગયા હતા. બે દિવસ પહેલા તે ફરી ઘરેથી નીકળી ગયા હતા. તે ઘણા સમયથી ગુમસુમ રહેતા હોઈ, તેથી તેણે આ પગલું ભર્યુ હોવાનું જાણવા મળ્યું છે.
(11:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
