તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th November 2025
યુવતી સાથે વાત કરવાના મનદુઃખથી અવાણીયાના યુવકનું કારમાં અપહરણ
યુવતીના પિતાના કહેવાથી ઉપાડી જઈ ૪ શખ્સે માર્યો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૩ :.. યુવતી સાથે વાત કરવાના મનદુઃખથી અવાણીયા ગામના યુવકનું યુવતીના પિતાના કહેવાથી કારમાં અપહરણ કરી ૪ શખ્સે લાકડીથી માર માર્યો હોવાની ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ બનાવ અંગે મળતી વિગતો અનુસાર માળીયા હાટીના તાલુકાના અવાણીયા ગામના ૨૧ વર્ષીય રામ દેવજીભાઈ સોંદરવા નામનો યુવાન મહેશભાઈ ભીખાભાઈ દાફડાની પુત્રી સાથે વાત કરતો હતો જેથી યુવતીના પિતા મનદુઃખ રાખતા હતા. મંગળવારે સાંજે યુવક માળીયાહાટીના થી અવાણીયા બાઇક લઈને જતો હતો.
ત્યારે યુવતીના પિતાના કહેવાથી કેશોદ તાલુકાના સોંદરડા ગામના લાલાભાઇ કટારીયા, ધવલ મકવાણા, મિત અને અવાણીયાના અનિલ ભીખાભાઈ દાફડાએ જીજે ૦૧ કેઆર ૫૬૫૯ નંબરની કારમાં આવી યુવાનનું અપહરણ કરી સોંદરડા ગામના ફાટક પાસે કારમાંથી ઉતારી લાકડી વડે માર માર્યો હતો. તે દરમિયાન લાલા કટારીયાએ લુટી ના પિતાને ફોન કરી બાદમાં વીડિયો કોલથી વાતો કરી હતી. જેમ યુવતીના પિતાએ યુવકને બતાવી દેવાની ધમકી આપી હતી. ઘટના અંગે માળીયા પોલીસે રામ સોંદરવાની ફરિયાદ લઇ યુવતીના પિતા સહિત ૫ શખ્સ સામે કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી. (પ-૧૦)
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
