News of Wednesday, 12th November 2025
પ્લાન્ટ ટિશ્યુ કલ્ચર અને મોલેકયુલર બાયોલોજીમાં કાર્યરત વિમલ રિસર્ચ સોસાયટીના સંશોધન બીલ્ડીંગનું ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે ઉદ્ધાટન
ગોંડલના પાટીદડ ખાતે : સંઘના સુરેશજી સોની અને ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજીના સેક્રેટરી ડો. રાજેશ ગોખલેની ઉપસ્થિતિ

રાજકોટ : વિશ્વના દેશોમાં જે રીતે પ્લાન્ટ ટીશ્યુ અને મોલેકયુલર બાયોલોજીમાં જે અગિ્ન સંશોધન થઇ રહ્યા છે તેની સાથો સાથ કદમ મિલાવવા ભારતમાં જે ગણી ગાઠી સંસ્થાઓ કામ કરી રહી છે. તેમાં મોખરાનું નામ કહી શકાય તેવી વિમલ રિસર્ચ સોસાયટી ફોર એગ્રો-બાયોટેક એન્ડ કોસ્મિક પાવર્સ નામની સંસ્થા પોતાના સુવિધા સજ્જ અધ્યતન બિલ્ડીંગ, વૈશ્વિક કક્ષાના ચઢીયાતા એકિવપમેન્ટ અને આ ક્ષેત્રના નામી તજજ્ઞો સાથે રાષ્ટ્ર અને માનવજાતની સેવા માટે નવા નવા પ્રકલ્પોની લાંબા ગાળાની યોજનાઓ તૈયાર કરી રહી છે. ત્યારે વૈશ્વિક કક્ષાએ ઉભુ રહે તેવા સેવિધા સજ્જ નવ બિલ્ડીંગ કમ સંશોધન બિલ્ડીંગનું રાજયના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે તા. ૧૪ શુક્રવારે ઉદ્ઘાટન થશે.
વિમલ રિસર્ચ સોસાયટી ફોર એગ્રો-બાયોટેક એન્ડ કોસ્મિક પાવર્સ (VIRSACO) ની સ્થાપના વર્ષ ૧૯૯૭ માં કરવામાં આવી હતી. ૧૯૯૭ માં એક ખુબ મોટુ સ્વપ્ન પુરુ કરવા એક નાના પાયે શરુ કરેલી સંસ્થાની કામગીરી આજે વટવૃક્ષ બનીને ઉભરી આવી હોવાનું જણાવાયું છે.
રાષ્ટ્રીય સંપતિ ગણાતા આપણા ભણેલા ગણેલા યુવાનો વૈશ્વિક હરિફાઇનો સામનો કરી પોતાની રોજી રોટી ખુદ મેળવી શકે. એગ્રોબાયોટેકમાં કૌશલ્ય મેળવી રાષ્ટ્ર અને વિશ્વના વિકાસમાં પોતાનો ફાળો આપી શકે એ હેતુસર વિમલ રિસર્ચ સોસાયટી ફોર એગ્રોબાયોટેક એન્ડ પાવર કામ કરી રહી છે.
સંસ્થા દ્વારા પ્લાન્ટ ટીશ્યુ કલ્ચર, મોલેકયુલર બાયોલોજી, બાયો ફોટોન, ઇએમસીસીડી અને જીડીવી જેવી નોન ઇન્વેસિવ ટકનીકસ, પ્લાન્ટ ફિઝિયોલોજી, ફાઇટો પેથોલોજી (વનસ્પિતિ રોગ પરનું સંશોધન), દરિયાઇ લીલ (સીવીડ) અને મેટાબોલોમિકસ/બાયો જેવા ક્ષેત્રોમાં કૃષિ, પર્યાવરણ અને માનવ આરોગ્યને ઉપયોગી સંશોધન કરવામાં આવતું હોવાનું જણાવાયું છે.
જે તે સમયના જાણીતા ઉદ્યોગપતિ અને પ્રયોગાત્મક ચિંતન કરતા શ્રી લાલજીભાઇ વેકરીયાને આધ્યાત્મિક વિભુતિ સુશ્રી વિમલાબેન ઠાકરનું માર્ગદર્શન અને સાથ મળતા વિમલ રિસર્ચ સોસાયટી ફોર એગ્રો બાયોટેક એન્ડ કોસ્મિક પાવર્સનો જન્મ થયો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે જેનું ઉદ્ઘાટન થવા જઇ રહ્યું છે એ વિમલ રિસર્ચ સોસાયટી ફોર એગ્રો બાયોટેક એન્ડ કોસ્મિક પાવર્સ સંસ્થાને આધ્યાત્મિક વિભુતિ વિમલા તાઇઠાકર તેમજ સ્વયંસેવક સંઘના શ્રી સુરેશજી સોનીનું પણ માર્ગદર્શન મળી રહ્યું છે.
ગોંડલ તાલુકાના પાડીદડ આતે ઉભું કરવામાં આવેલ વિમલ રિસર્ચ સોસાયટીના ૫૦ હજાર ચોરસ મીટરના કેમ્પસ વિસ્તારમાં આશરે ૩૫ હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં ગ્રાઉન્ડ ફલોરમાં સંશોધન ભવન ઉભુ કરાયેલું છે. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય કાર્યકારિણી સદસ્ય શ્રી સુરેશજી સોની જ્યારે અતિથિ વિશેષ તરીકે દિલ્હી સ્થિત ભારત સરકારના બાયોટેકનોલોજી ડિપાર્ટમેન્ટના સેક્રેટરી ડો.રાજેશ ગોખલે શોભામાં અભિવૃદ્ધિ કરશે.
કાર્યક્રમમાં નિષ્ણાંતોના વકતવ્યો તેમજ સંસ્થા દ્વારા બનાવાયેલ ટીશ્યુ કલ્ચર લેબોરેટરી કે જ્યાં ઔષધીય અને આર્થિક મહત્વ ધરાવતી મિન્ટ, બ્રાહી, લીમડો, જાંબુ, ડાળા ગરમર જેવી અનેક જાતનું સંશોધન તેમજ વિશાળ રીતે કઈ રીતે ઉત્પાદન કરી શકાય તેવી માહિતી આપશે.
સંસ્થાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર ગાંધીનગર ડિપાર્ટમેન્ટ ઓફ બોટની ગુજરાત યુનિવર્સિટી અમદાવાદના સહયોગ મળી રહ્યો છે. પ્લાન્ટ ટીશ્યુ કલ્ચર, ફાઈટો કેમિકલ, એનાલિસિસ ટૂલ્સ, ઈએમસીડી, ફોટોન મલ્ટિપ્લાયર ટયુબ વિષયક સંશોધન કાર્ય થતા વિદ્યાર્થીઓને ઓફર કરાય છે.
આ અંગે વધુ માહિતી માટે (મો.૯૯૨૫૫ ૨૯૦૯૬) ઉપર સંપર્ક કરી શકાય છે.
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
