News of Wednesday, 12th November 2025
ધ્રોલ નજીક બોલેરો અકસ્માત : ૮ લોકોને ઇજા

ધ્રોલઃ જામનગર-રાજકોટ હાઇવે પર આજે સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ધ્રોલ નજીક આવેલા સોયલ ટોલનાકા નજીક આ અકસ્માતમાં ૮ જેટલા લોકોને ઈજાઓ પહોંચી છે, જેમાંથી બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ બોલેરો જામનગર તરફથી સેન્ટિંગ કામ કરવા માટે મજૂરોને લઈને ધ્રોલ તરફ આવી રહી હતી. સોયલ ટોલનાકા નજીક અકસ્માતની જાણ થતાં જ ધ્રોલ ૧૦૮ એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ૧૦૮ની ટીમે ઈજાગ્રસ્ત તમામ લોકોને તાત્કાલિક સારવાર અર્થે જામનગરની હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. (તસ્વીરઃ સંજય ડાંગર ધ્રોલ)
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
