તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th November 2025
જેતપુર પોલીસ દ્વારા ડાઈંગ એસોસિએશન ખાતે લોકોની સુરક્ષા અંગે મિટિંગ યોજાઈ

જેતપુર તા. ૧ર :.. ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનની ઓફિસ ખાતે પ્રમુખ જયંતીભાઈ રામોલિયા, ઉપપ્રમુખ સંજયભાઈ વેકરીયા, કારોબારી કમિટીના સભ્યો તેમજ ચેમ્બર પ્રમુખ વસંતભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ છગનભાઇ પટેલ તેમજ સેક્રેટરી હરેશભાઈ ગઢીયા, કારોબારી કમિટીના સભ્યો તથા જુદા જુદા એસોસિયેશન અને સંસ્થાઓના હોદેદારોની સાથે શહેર પોલીસ ઇન્સ્પેક્ટર એ ડી પરમાર તથા તેની ટીમે સાથે નાગરીક સુરક્ષા સંબંધી મીટિંગ કરવામાં આવી હતી. આ મિટિંગમાં પી આઈ એ ડી પરમારે સર્વે ઉદ્યોગકારોને તેમના કારખાનાઓમાં અને વેપારીઓને તેમના વ્યાપારની દુકાનો તથા ગોડાઉન વિગેરે જગ્યાએ ખૂબ જ સાવચેતી રાખવા સલાહ આપી હતી અને વધુમાં જણાવેલ કે, તમારી અને તમારી આસપાસના લોકોની સલામતી માટે સતર્કતા રાખવી ખૂબ જરૂરી છે. અને જો કોઈ સ્થળે કોઈ જાતની શંકાસ્પદ પ્રવળત્તિ જોવામાં આવે તો તુરંત જ પોલીસ વિભાગ નો સંપર્ક કરવા વિનંતી કરેલ છે. તેમજ વેપારીઓને ટ્રાફિકના પ્રશ્ને પોલીસ વિભાગને સહયોગ આપવા વિનંતી કરેલ. તથા જો કોઈ અસમાજીક તત્વોની રંજાડ હોય તો જાણ કરવા અનુરોધ કરેલ.
એસોસિયેશન પ્રમુખ જયંતીભાઈ રામોલિયા એ નાગરીક સુરક્ષા અને કાયદો - વ્યવસ્થા સંબંધિત સૂચનો અને કામગીરીને બિરદાવતા શહેર પોલીસ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો અને સર્વે વેપારીઓ તથા ઉદ્યોગકારોને તેમના કામકાજની જ્ગ્યાએ સાવચેત રહી પોલીસને કામગીરીમાં સહકાર આપવા જણાવેલ.
(12:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
