News of Wednesday, 12th November 2025
એક વખતના માન્ચેસ્ટર ગણાતા માણાવદરમાં ભયાનક બેકારીઃ હાલત કફોડી
૧૨૫ જિનિગ પ્રેસિગ હજારો લોકોને રોજીરોટી પૂરી પાડતીઃ બહારગામ થી ૨૦ હજાર કામદારો કઆવતાઃ ૩ વેજિટેબલ ધી પ્લાન્ટ હતાઃ ૪૦૦ ટ્રકો અને અનેક મજૂરોને ફાયદો હતો

(પરેશ પારેખ દ્વારા)માણાવદર, તા.૧૨: શહેર માં રાજાશાહી વખત થી રૂ ને પીંજી તેમાંથી ગાંસડી બનતી અને તેની ઊંચી ક્વોલિટી બનતી તે બીજા રાજ્યોમાં જતી તેમાંથી દોરા બનતા અને કાપડ બનતા માણાવદરની ગાંસડીનું નામ હતું અહીંની આબોહવા અનુકૂળ હતું
અગાઉ ૧૨૫ જિનિગ પ્રેસિગ ઉદ્યોગ થી ધમધમતો હજાર નહીં પણ કરોડો રૂપિયાનો વેપાર અને કરોડો રૂ ની ગાંસડી બનતી જે જિનિગ પ્રેસિગ ઉદ્યોગ માં માણસોની નોકરી જેમ દિવસ રાતની પાળી ચાલતી સિઝનમાં ૨૪ કલાક ધમધમતા કારખાના થી અનેરી રોનક હતી જે માં સરકારને મોટો ટેક્સ મળતો સાથે મજૂરો કામદારો ને રોજીરોટી પૂરી પાડતા તેની સાથે શહેરમાં કપાસને બહાર થી લાવવાવ લય જવા આશરે ૪૦૦ ટ્રકો ૨૪ કલાક ચાલતા અને તે કપાસ કારખાના માં ઠલવાતા તેમાંથી રૂ પીલી ગાંસડી બનતી તેને અનેક રાજ્યો માં નિકાસ કરવામાં આવતી કારણ તે વખતે દોરા બનાવવા ન કારખાના ઓછા હતા રાજ્ય માં તે રાજ્ય બહાર દોરા બનાવી અહીં આવતા તે માંથી કાપડ અને અન્ય વસ્તુ બનતી જમીન મકાન માં બેફામ જંત્રી ભાવ ન કારણે કોય મિલકત ખરીદી શકાય તેમ નથી મિલકત ની કિમત કરતા જંત્રી ઊંચી ઠોકી દેતા કામ ઠપ થઇ ગયું છે વાસ્તવિક જંત્રી ન બદલે બોમ્બેમાં હોય તેવી જંત્રી કરી નાખી જેથી તમામ કામ બંધ થઇ ગયું છે
રોજગારી માટે કાપડ ઉદ્યોગ હીરા ન કારખાના, દોરાના કારખાના, રેલ્વે ની કોઇ વસ્તુ બનાવવ નું કારખાનું, ખાદી ગ્રામ ઉદ્યોગ કરે, ધી તેલ ન કારખાના કરે, તો રોજી રોટી મળે બાકી પાલિકા માંથી ગ્રામ પંચાયત જેવી સ્થિતિ અડધી થઈ ગઈ.
સરકાર ખાસ તમામ ટેક્સ ફ્રી ની જાહેરાત કરી ઉદ્યોગ નાખવાની શરૂઆત કરાવે તો ટકી શકે બાકી ભેંકાર ભાસે તેવી સ્થિતિ ઊભી થઈ છે નેતાઓ ખાલી વાતો કરી જાણે છે.
ગૃહ ઉદ્યોગમાં લિજ્જત પાપડ વાળા લોકોને રોજીરોટી માટે કેન્દ્ર ખોલે તેવી માંગ છે ખાદી ગ્રામ ઉદ્યોગ વાળા પણ અહીં કામ શરૂ કરે અહીં દોરા બનાવવા અને કાપડ બનાવે તો નાના પાયે કામ કરી શકે બાકી લોકોને બહાર નીકળવા સિવાય કોઇ રસ્તો રહ્યો નથી
(1:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
