<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th November 2025

પુ.જલારામબાપાના ધર્મ પત્‍ની પુ.વીરબાઈમાંની કાલે પુણ્‍યતિથી

આટકોટમાં વીરબાઈમાંના પ્રાગટ્‍ય સ્‍થળ પર રામ ધૂન અને મહાપ્રસાદનું વીરબાઈમાં ધામ દ્વારા આયોજન જલારામબાપાની સાધનામાં સૌથી વધુ ત્‍યાગ વીરબાઈમાતાનો હતો

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.૧૨: પુ.જલારામબાપાના ધર્મ પત્‍ની પુ.વીરબાઈમાતાની કાલે ૧૪૯ મી પુણ્‍ય તીથી નિમિત્તે જે જગ્‍યાએ પુ.વીરબાઈમાનુ પ્રાગટ્‍ય (જન્‍મ) થયો છે તેવા આટકોટ ખાતે આવેલા જસદણના પુ.હરીરામબાપા દ્વારા નિર્મિત પુ.વીરબાઈમાતાના મંદિરે ભજન અને ભોજન સાથે ઉજવણી કરવામાં આવશે.

જલારામ બાપાની જીવન સાધનામાં જો સૌથી વધુ ત્‍યાગ કોઈનો હોય તો તે છે તેમના ધર્મપત્‍ની માતુશ્રી વીરબાઈમાંનો ભક્‍ત જલારામ બાપા એ રોપેલી ધર્મની ધજાની દાંડી જે સ્‍થિર ઉભી છે તેનાં પાયામાં માતા વીરુમાં નો ત્‍યાગ રહેલો છે વીરબાઈમાંને પ્‍યારથી બધા વિરુમાં કહીને બોલાવતાં.

વીરબાઈમાં આટકોટના ભાગ્‍યશાળી પિતા પ્રાગજીભાઈ સોમૈયાના ઘરે જન્‍મ્‍યા હતા વિરૂમાં ને બે ભાઈ નથુભાઈ અને સુદરજીભાઈ હતા વીરબાઈમાં એકદમ તેજસ્‍વી અને સ્‍વરૂપવાન વ્‍યક્‍તિત્‍વ ધરાવતા હતા વિરૂબાઈ નાની ઉંમરે જલારામબાપાને પરણીને વીરપુર આવેલા સાસુ સસરાની ઉત્તમ સેવા કરતા જલારામબાપાના જાત મહેનતનો રોટલો ખાવો જેવા સૂત્રમાં સમાઈ જઈને સાથે વાડી ખેતરમાં મજૂરી કરવા જતાં.

પતિના પગલે ચાલનારા પતિવ્રતાસ્ત્રી હતા દિવસ ભર જે દાણા મળે એ જાતે માથે ઊંચકી ઘરે લાવતા અને આખા દિવસ કામ દરમિયાન વળી રામનુ નામ તો બસ હોઠ પર જ હોય આવા ધર્મનિષ્ઠ,કર્મનિષ્ઠ,રામનિષ્ઠ, પતિનિષ્ઠ હતા.

રોજ પાઈ પાઈ બચાવી એ તો એક સમયે અનેક રૂપિયા થાય એમ રોજની ધાણીફૂટ મજૂરીના અંતે ચાલીસ મણ દાણો વીરબાઈમાં અને બાપા પાસે ભેગો થયો.

વીરૂમાની જલારામબાપા સાથેની મહેનત રંગ લાવી ખાનારા બે અને આટલો બધો દાણો સુ ખપ નો? એવો વિચાર પૂજ્‍ય બાપા ને આવ્‍યો એક દિવસ બાપાએ વીરબાઈમાંને પ્રશ્ન પૂછ્‍યો શુ કરશું આટલા બધા દાણા નુ? અને ચતુર નારીને ઈશારો કાફી હોય વીરબાઈમાં સમજી ગયા જલારામબાપાને કહે મારા તરફથી સહેજ શંકા જેવું રાખશો નહીં રામનુ નામ લઈ ભૂખ્‍યાને ટુકડો આપવાનુ શરૂ કરો તમો ને ખબર છે ૅટુકડો ત્‍યા હરી ઢુકડોૅ આમ ટુકડો ત્‍યાં હરિ ઢુકડોનુ સૂત્ર માતુશ્રી વીરબાઈમાંએ પ્રથમ આપ્‍યું.

કોઈ કહે કે ન કહે પણ આ સૂત્ર આ શબ્‍દો આ વાક્‍યએ જલારામ બાપા પર એટલી અસર કરી કે એમણે સદાવ્રત સ્‍થાપવાનુ નક્કી કર્યું અને સવંત ૧૮૭૬ ના મહા સુદ બીજના દિવસે સદાવ્રતની શરૂઆત કરી જે આજે ૨૦૦ ઉપર થી અવિરત ચાલુ છે.

કોઈને ભોજન લેવડાવ્‍યા વિના બન્ને જમે નહી અતિથીન હોય તો ભૂખ્‍યા સૂઈ જાય એમાં એક વખત સદાવ્રતની સ્‍થિતિ ડામાડોળ થઈ કે ન પૂછો વાત જે મોદી (વેપારી) બાપાને કરિયાણું ઉધાર આપતા એમની ઉધારી વધી ગઈ  રોકડા પૈસા બાપા પાસે ન હતા મોદીએ ઉધારીની ના પાડી રસોડામા ભંડારમાં અને બજારમાં ઉધારી મા શું સ્‍થિતિ છે એનાથી વીરબાઈમાં અજાણ ન હતા એમને બાપાના મુખ પરની ઉદાસી બાદ બાપાને પૂછ્‍યું હું તમારી ખરી ને? બાપા કહે હા દેવી એમાં પૂછવા નુ શુ હોય? વીરબાઈમાં કહે તો મારી દરેક વસ્‍તુ તમારી જ છે તો શુ કામ અકડાવ છો,મુંજાવ છો મારા દાગીના પણ તમારા જ કહેવાય તો જટ જાવ અને દાગીના વેચી મોદીની ઉધારી ભરી કરિયાણું લઈ આવો બાપા કહે એમ મારાથી તમારા પિયરના દાગીના ન વેચાય વીરુમા કહે જેમ તમને દાગીના પૈસાનો મોહ નથી એમ મને પણ મોહ નથી માટે તુરતજ વેંચી આવો કેટલી ઉમદા ભાવના વીરબાઈમાંના આવા ઊંચ ગુણો હતા તેના કેટલા ગુણો લખવા ? તેઓ સતી સાધ્‍વીસ્ત્રી હતા પતિના સેવા યજ્ઞમા ખંભે ખંભો મિલાવીને કામ કરવામા ક્‍યારેય પીછે હઠ નથી કરી.

એકવખત તો હદ થઈ ગઈ કસોટીના ભાગ રૂપે એક સાધુનુ વીરપુરબાપાને ત્‍યાં આગમન થયું જમવા સમયે એ સાધુ પધાર્યા બાપાએ જમવાનો આગ્રહ કર્યો તો એમને જમવાનો સ્‍વીકાર ન કરતા સેવા માટે જલારામબાપા પાસે એમના ધર્મ પત્‍ની વીરબાઈમાંની માગણી કરી કહ્યું મારી ઉંમર ખુબ વધી ગયેલ છે શરીર જર્જરિત થઈ ગયેલ છે તો તમારી પત્‍નીને મારી સેવા માટે આપો !

જલારામબાપા સીધા રસોડામાં ગયા આંગણે આવેલ સાધુ એ જે માંગણી કરી હતી એની અસર બાપાના મોં પર હતી એ વીરબાઈમાં પામી ગયા સવાલ જવાબના અંતે વીરબાઈમાં જાણી ગયા કે સાધુ એમની સેવા માટે મારી માગણી કરી છે.

જલારામબાપાએ વીરબાઈમાને કહ્યું ભંડારી હવે શું કરું? (બાપા વીરબાઈમાંને ભંડારી કહીને બોલાવતાં હતા)જલારામબાપાના સવાલનો જવાબ વીરબાઈમાએ તરત જ આપી દિધો આપણે તો સાધુ સંતોની સેવા કરવી છે બિચારા એમની કાયા હાલતી ચાલતી ન હોય તો આપણે શું ખપ ના? પણ જો તમારી રજા, મંજૂરી હોય તો હુ જરૂરથી સાધુ સાથે સેવા માટે જઈશ બસ તમે રાજી થઈને હા પાડી દો.

વીરબાઈમાંએ ભારતીય નારીનુ મસ્‍તક જાણે વિશ્વના તખ્‍તા ઉપર ઉન્નત કર્યું એમના ત્‍યાગ અને પતિભક્‍તિને સો સો સલામ.

બાપા અને માતુશ્રીના વિચારોમા એક્‍ય જોવા મળે છે ઇતિહાસ સાક્ષી છે એ પછી વીરબાઈમાં એ નાહી ધોઈ કોરા વષો ધારણ કરી કપાળમા ચાંદલો કરી ઓસરીમા આવી જલારામબાપાને પગે લાગી વીરબાઈમાં કહે ભગત બોલ્‍યું ચાલ્‍યું માફ કરજો તમારી સેવામા ઉણપ રહી ગયેલ હોય તો મન ન લાવસો ને માફ કરશો એમ કહી સાધુ મહાત્‍મા સાથે રોંઢા ટાણે હાલી નીકળ્‍યા અને પછી તો કહેવાય છે ભગવાન કસોટી કરવા આવ્‍યા ભગતની અને ભગવાનને પણ ભાગવું ભારે પડ્‍યું વીરપુરના સીમાડે ભગવાન વીરબાઈમાને ઝોળી ધોકો સોંપી ચાલ્‍યા ગયા બાદમા આકાશ વાણી થઈ કે તમે ઘરે જઈ ઝોળી ધોકાની સેવા કરવી ક્‍યારેય અન્નક્ષેત્ર અન્ન નહિ ખૂટે ત્‍યાર થી આજ સુધી અવિરત અન્ન ક્ષેત્ર વીરપુરમા ચાલે છે કદી અન્ન ખૂટેલ નથી અને છેલ્‍લા ઘણા વર્ષોથી ભેટ દાનના પૈસા પણ વીરપુર મંદિર સ્‍વીકારતું નથી.

વીરબાઈમાંને સંતાનમા માત્ર એક પુત્રી હતા એમના જેવાજ સ્‍વરૂપવાન,ગુણવાન,ધર્મ પરાયણ દીકરી જમનાબેન હતા એમના લગ્ન કોટડાપીઠા પૂજ્‍ય જસુમાંના દીકરા ભક્‍તિરામ ભગત વસાણી સાથે થયા હતા વીરબાઈમાના આવા ઉમદા, નેક,વફાદાર, સત્‍યપ્રિય, કર્મનિષ્ઠ, રામનિષ્ઠ,પતિ પરાયણ,સાદા, સરળ, નિર્મળ મન વાળા સન્નારી એવા વીરબાઈમાં જલારામબાપાને જિદગી ભર સાથ આપતા આપતા પોતાનો ધર્મ અને કર્મ અદા કરતા કરતા સવંત ૧૯૩૫ કારતક વદ નોમના દિવસે વૈકુંઠવાસી થયા.બાપાએ જગ્‍યામા સાત દિવસ સુધી અખંડ રામધૂન જગાવી એમના આત્‍મા ને પરમ શાંતિ બક્ષી.

જે મકાનમા આટકોટ વીરબાઈમાંનો જન્‍મ થયેલ એ જગ્‍યાએ હાલમા વીરબાઈનુ મંદિર બનાવેલ છે ત્‍યાં અવિરત સદાવ્રત અને રામ-નામનો પ્રસાદ પીરસાય છે ભદ્રાવતી નદી કિનારે આવેલ આટકોટ વીરબાઈમાંના મંદિરમા પૂજ્‍ય માંની પુણ્‍યતિથિ વીરબાઈમાંના મંદિરે કાલે ઉજવાશે પુણ્‍યતિથી નિમિતે મહાપ્રસાદ અને અખંડ ધુનનુ મંદિર અને ઞામજનો દ્વારા આયોજન આવતીકાલે રાખેલ હોય મહાપ્રસાદ લેવા અને ધૂનનો લાભ લેવા મંદિરના ટ્રસ્‍ટીઓ,સંચાલકો દ્વારા યાદીમાં જણાવ્‍યુ છે.જનતા એ મહાપ્રસાદ માટે આમંત્રણ પાઠવે છે, આજે અને કાલે વીરબાઈમાંનુ નામ સદાકાળ રહેશે.

(પુરક માહિતી ડો.યોગેશ વસાણી અમરનગર)

(12:05 PM IST)