તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th November 2025
દિલ્હીમાં બ્લાસ્ટ બાદ મોરબીમાં પોલીસનું સઘન ચેકિંગ અભિયાન શરૂ : હોટલ અને ગેસ્ટહાઉસમાં વિશેષ તપાસ
વધુ ભીડવાળી જગ્યાઓ પર પોલીસનું વિશેષ ધ્યાન: એલસીબી એસઓજી અને પોલીસ મથકોની ટીમોનું સઘન ચેકિંગ

દિલ્હીમાં બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસે હાઈ એલર્ટ આપ્યું છે. ગુજરાતના બોર્ડર વિસ્તાર સહિત અમદાવાદ, રાજકોટ, વડોદરા, ગાંધીનગરમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. દિલ્હીમાં બ્લાસ્ટ બાદ મોરબીમાં પોલીસે સઘન ચેકિંગ અભિયાન શરુ કર્યું હતું. હોટલ અને ગેસ્ટહાઉસમાં વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હોટલ અને ગેસ્ટહાઉસમાં વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. હોટલનું એન્ટ્રી રજિસ્ટર ખાસ ચેક કરાયું છે.હોટલમાં કોઈ પણ વ્યક્તિ કેટલાક સમયથી રહી રહ્યો છે. તેમજ હોટલમાં ઓળખ તરીકે આપેલા પ્રુફનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. વધુ ભીડવાળી જગ્યાઓ પર પોલીસનું વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. એલસીબી એસઓજી અને પોલીસ મથકોની ટીમોનું સઘન ચેકિંગ કરી છે.લોકલ પોલીસ ખાસ કરીને વાહન ચેકિંગ કરી રહી છે. શંકાસ્પદ વાહનો ઉપરાંત, નંબર પ્લેટ વગરના અને કાળા કાચવાળા વાહનોને ખાસ ટાર્ગેટ કરીને તેમની ઓળખ અને દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે.
(11:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
