તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th November 2025
અમિત ખૂંટના આપઘાત કેસમાં રાજદીપસિંહ જાડેજા (રીબડા)ની મુશ્કેલી વધી: બે દિવસના રિમાન્ડ મંજૂર
પોલીસે કેસની વધુ તપાસ અને પૂછપરછ માટે કોર્ટ સમક્ષ રાજદીપસિંહના રિમાન્ડની માંગણી કરી હતી જે કોર્ટે મંજૂર રાખી

અમિત ખૂંટના આપઘાતના ચકચારભર્યા કેસમાં રાજદીપસિંહ જાડેજા (રીબડા)ની મુશ્કેલીઓ વધી છે. કોર્ટે પોલીસની માંગણીના આધારે રાજદીપસિંહ જાડેજાના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રાજદીપસિંહ જાડેજાને કોર્ટમાં નહીં પરંતુ જજના નિવાસસ્થાને રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે કેસની વધુ તપાસ અને પૂછપરછ માટે કોર્ટ સમક્ષ રાજદીપસિંહના રિમાન્ડની માંગણી કરી હતી જે કોર્ટે મંજૂર રાખી છે.
કોર્ટે રાજદીપસિંહના બે દિવસના રિમાન્ડ મંજૂર કરતાં હવે આ સમયગાળા દરમિયાન પોલીસ દ્વારા કેસના સંદર્ભમાં ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવશે. જજ સમક્ષ રજૂ કરતી વખતે રાજદીપસિંહ જાડેજાએ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે કોર્ટમાં દાવો કર્યો હતો કે અમિત ખૂંટ આપઘાત કેસમાં તેમનું નામ ખોટી રીતે સંડોવવામાં આવ્યું છે અને આ કેસમાં તેઓ નિર્દોષ છે.
પોલીસ હવે રિમાન્ડ દરમિયાન અમિત ખૂંટના આપઘાત પાછળના સાચા કારણો, રાજદીપસિંહની સંડોવણી અને અન્ય કોઈ વ્યક્તિની ભૂમિકા અંગેની વિગતો મેળવવા પ્રયાસ કરશે. અમિત ખૂંટે કરેલા આપઘાત પહેલાં લખેલી ચિઠ્ઠી અને અન્ય પુરાવાઓ પર પણ પોલીસ વધુ તપાસ કેન્દ્રીત કરશે.
(11:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
