<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th November 2025

દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ બોટાદ પોલીસ એલર્ટ : સાળંગપુર હનુમાન મંદિરમાં પોલીસે ચેકિંગ શરૂ કરાયું

બોમ્બ અને ડોગ સ્ક્વોર્ડની ટીમો દ્વારા ચેકિંગ:રેલવે સ્ટેશન પર યાત્રિકોના સામાન અને પાર્સલનું ચેકીંગ શરૂ: ગઢડા ગોપીનાથજી અને કુંડલ ધામ સહિતના મંદિરોમાં ચેકિંગ

નવી દિલ્હી : દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ બોટાદ પોલીસ એલર્ટ થઈ ગઈ છે. સાળંગપુર હનુમાન મંદિરમાં પોલીસે ચેકિંગ શરૂ કર્યું છે. મંદિર પરિસર અને યાત્રાળુઓના સામાનનું ચેકિંગ કરવામાં આવ્યું છે. બોમ્બ અને ડોગ સ્ક્વોર્ડની ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે. રેલવે સ્ટેશન પર યાત્રિકોના સામાન અને પાર્સલનું ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે. ગઢડા ગોપીનાથજી અને કુંડલ ધામ સહિતના મંદિરોમાં ચેકિંગ હાથ ધરાયું છે.  

(10:42 PM IST)