<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th November 2025

હુ ગુમ નથી થયો, ભગવાનના ચરણોમાં છું અને યાત્રાએ છુ : મહાદેવ ભારતીબાપુનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ : જુઓ વિડીયો

આ અગાઉ મહાદેવ ભારતી બાપુ ગુમ થયા હોવાના સમાચાર વહેતા થયા હતા જે અંગે મહાદેવ ભારતી બાપુએ ખુલાસો કર્યો

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૧: જુનાગઢના ભારતીય આશ્રમના મહાદેવ ભારતી બાપુ નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં તેઓએ જણાવ્યું છે કે હુ ગુમ નથી થયો, ભગવાનના ચરણોમાં છું અને યાત્રાએ છુ.અફવા ન ફેલાવવા તેઓએ અપીલ કરી છે.

આ અગાઉ મહાદેવ ભારતી બાપુ ગુમ થયા હોવાના સમાચાર વહેતા થયા હતા જે અંગે મહાદેવ ભારતી બાપુએ ખુલાસો કર્યો છે

(4:50 PM IST)