<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th November 2025

‘પથ્‍થરમાંથી પાટુ મારીને પાણી કાઢે...' એ કહેવતને સાર્થક કરનારા નાનાભાઇ ભટ્ટની આજે જન્‍મજયંતિ

વળાવડ, તા.૧૧: સાહિત્‍યપ્રેમ,અધ્‍યાત્‍મપ્રેમ અને ધર્મપ્રેમને શિક્ષણ પ્રેમમાં સમર્પિત કરનાર નાનાભાઈની આજે જન્‍મજયંતિ છે. વિશ્વના ઇતિહાસમાં અનેક એવી વ્‍યક્‍તિઓ આવી ગઈ છે, જેમણે માત્ર એક રાષ્‍ટ્રને નહીં, પરંતુ સમગ્ર માનવજાતિને નવી દિશા આપી છે. આવી વિરલ વિભૂતિઓમાં એક પ્રેરણાસ્‍થાનિક નામ છે  નાનાભાઈ ભટ્ટ! તેમણે શિક્ષણને માત્રવ્‍યવસાય નહિ, પરંતુ એક યજ્ઞગણ્‍યો હતો. શિક્ષણનાં બુનિયાદી સિદ્ધાંતોને જીવનમાં ઉતારનાર આ વિદ્વાન વિચારક ગાંધીવાદી, સંસ્‍કળતના પંડિત, ઉપનિષદના તજજ્ઞ, સૌરાષ્‍ટ્રના શિક્ષણ પ્રધાન તથા રાજય સભાના સભ્‍ય તરીકે ખ્‍યાતિ પામ્‍યા હતા.

 નાનાભાઈએ પોતાની જ્‍યોતિર્મય કલમે રચેલી આત્‍મકથા ‘ઘડતર અને ચણતર' શિક્ષણ જગતના તજજ્ઞો, કેળવણીકારો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને આજના આધુનિક યુગમાં પણ માર્ગદર્શન આપે છે. આ કળતિના માઘ્‍યમથી ન્‍યાય, નીતિ અને મૂલ્‍યોની જ્‍યોત પ્રગટે છે.

શ્રી નાનાભાઈનું મૂળ નામ નળસિંહપ્રસાદ કાલિદાસ ભટ્ટ હતું. આર્થિક રીતે નબળા પરિવારમાં જન્‍મેલાં હોવા છતાં એમનું વ્‍યક્‍તિત્‍વ અદમ્‍ય મનોબળ અને દૃઢ સંકલ્‍પથી ભરેલું હતું. ‘પથ્‍થરમાંથી પાટુ મારીને પાણી કાઢે' એવી કહેવતને સાર્થક કરનાર એવા પાણીદાર હીરો એટલે નાનાભાઈ! શરૂઆતનું જીવન ગરીબીમાં વીત્‍યું, છતાં જુસ્‍સો, ઉત્‍સાહ અને ખમીર અડગ જ રહ્યાં. પૂજ્‍ય મોરારિબાપુના શબ્‍દોમાં વાત કરીએ તો, ‘શિક્ષકઅર્કવાળો, તર્કવાળો, મધુપર્કવાળો અને સતત સંપર્કવાળો હોવો જોઈએ.' નાનાભાઈ માત્ર શિક્ષક ન્‍હોતા; તેઓ શિક્ષણના અર્કવાળા વિચારક, તર્કવાળા માર્ગદર્શક, મધુપર્કવાળા સંતશિક્ષક અને સંપર્કવાળા લોકશિક્ષક હતા. સત્‍ય, પ્રેમ અને કરુણાની ત્રિમૂર્તિ એમના જીવનમાં સાકાર થઈ હતી.

બીલખા આશ્રમના મહાત્‍મા શ્રીનથુરામ શર્માની પ્રતિભાનો નાનાભાઈ પર ગાઢ પ્રભાવ પડ્‍યો હતો. નથુરામ શર્માના સૂચનથી નાનાભાઈએ સંસ્‍કાર સિંચન માટે છાત્રાલય ખોલવાનો વિચાર સ્‍વીકાર્યો. પોતાના ઈષ્ટદેવ દક્ષિણામૂર્તિદેવના નામે ભાવનગરમાં ૧૯૧૦માં પ્રદક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનની સ્‍થાપના કરી. તેમણે પ્રોફેસર પદેથી રાજીનામું આપી પોતાના જીવનને દક્ષિણામૂર્તિના ભક્‍ત, સેવક અને પાલકપિતા તરીકે અર્પણ કરી દીધું.

ગાંધીજીના વિચારો પ્રત્‍યે આકર્ષિત થઈ, નાનાભાઈએ ૧૯૩૮માં આંબલા ગામે ‘ગ્રામદક્ષિણામૂર્તિ' ની સ્‍થાપના કરી અને નવી તાલીમના પ્રયોગો દ્વારા બુનિયાદી શિક્ષણનો પાયો નાખ્‍યો. ત્‍યાર બાદ, ૧૯૫૩માં ૭૧ વર્ષની ઉંમરે સણોસરા ગામે ‘લોકભારતી કોલેજ'ની સ્‍થાપના કરી. અહીં કળષિ સંશોધન, રસાયણ વિજ્ઞાન, પ્રયોગશાળા, પુસ્‍તકાલય, છાત્રાલય અને ગૌશાળાનું સુંદર સંકલન કર્યું. આજ ૭૨ વર્ષ બાદ પણ લોકભારતી એક આધુનિક ગુરુકુલની પ્રેરણારૂપ સંસ્‍થા બની રહી છે અને યુનિવર્સિટીના સ્‍તરે સ્‍થાન પામી છે!

નાનાભાઈએ માત્ર શિક્ષણક્ષેત્રમાં જ નહીં, પરંતુ દેશના સ્‍વાતંત્ર્ય આંદોલનમાં પણ યોગદાન આપ્‍યું. સત્‍યાગ્રહમાં જોડાઈ બે વાર જેલવાસ ભોગવ્‍યો. સ્‍વાતંત્ર્ય પછી સૌરાષ્‍ટ્ર રાજ્‍યનાં પ્રથમ શિક્ષણપ્રધાન તરીકે સેવા આપી અને ત્‍યારબાદ પાંચ વર્ષ સુધી રાજ્‍યસભાના સભ્‍ય તરીકે દેશસેવામાં જોડાયેલા રહ્યાં હતા.

:સંકલનઃ

વિજયભાઈ એમ. મકવાણા

(મદદનીશ શિક્ષક)

કન્‍યા વિદ્યાલય-વળાવડ,

મું : વળાવડ તા :સિહોર  જી : ભાવનગર

(2:52 PM IST)