તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૫ શુક્રવાર
News of Tuesday, 11th November 2025
પોરબંદરના મંડેરમાં હડકવાયા કુતરાનો આતંક : ર૦ ને બચકા ભર્યા
લોકોમાં નાસભાગ મચી : કેટલાક વેપારીઓએ દુકાનો બંધ કરી નાખીઃ ઇજાગ્રસ્તોને પોરબંદરની સરકારી હોસ્પીટલે ખસેડયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૧ : જીલ્લાના મંડેર ગામે એક કુતરાને હડકવા ઉપડતા ર૦ વ્યકિતઓને બચકા ભરી લીધા હતા. હડકવાયા કુતરાથી મંડેરમાં નાસભાગ મચી હતી.
કેટલાક વેપારીઓએ દુકાનો બંધ કરી નાખી હતી. ઇજાગ્રસ્તોને પોરબંદરની સરકારી હોસ્પીટલે લઇ જવામાં આવ્યા છે.
પોરબંદર જીલ્લાના માધવપુર નજીકના મંડેર ગામે હડકાયા શ્વાને આતંક મચાવતા ભયનો માહોલ જોવા મળ્યો હતો. કુલ ર૦ જેટલા લોકોને બચકા ભરી લેતા સારવાર માટે માધવપુર પ્રાથમીક સારવાર આપીને પોરબંદરની સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
મંડેર ગામે સવારના સમયે હડકવાયા શ્વાને આતંક મચાવ્યો હતો. ગામમાં અલગ અલગ સ્થળોએ ૨૦ જેટલા લોકોને બચકા ભરી લીધા હતા. જેને પગલે નાસભાગ મચી ગઇ હતી. કેટલાક લોકો પોતાની દુકાનો બંધ કરીને ભાગ્યા હતા. ઇજાગ્રસ્ત બનેલા લોકોને પ્રાથમીક સારવાર માધવપુર ખાતે આપી વધુ સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અંતે હડકાયા કુતરાના આતંકને લઇ મંડેર ગામમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. (૪.૪)
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
