News of Tuesday, 11th November 2025
દિલ્હી કાર વિસ્ફોટના પગલે જૂનાગઢમાં બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન હોટેલ સહિતની જગ્યાએ ચેકિંગ
મોડી રાત સુધી પોલીસે વાહન ચેકિંગ કાર્યવાહી કરી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૧૧: દેશની રાજધાની દિલ્હીમાં ભીડ વાળા ચાંદની ચોક વિસ્તારમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસેથી પસાર થતી કારમાં વિસ્ફોટ ઘટનાના પગલે જૂનાગઢ સહિત જિલ્લામાં પોલીસ એલર્ટ મોડ પર થઈ બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, વાહન, હોટેલ, ભવનાથ, ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
દિલ્હીમાં લાલ કિલ્લા પાસે સોમવારે સાંજે ૬:૫૨ કલાકે એક કારમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. ઘટનામાં ૧૦ લોકોના મળત્યુ થયાં હતાં અને ૨૪ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાના પગલે સમગ્ર દેશમાં એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવતા એસપી સુબોધ ઓડેદરાની સૂચનાથી જુનાગઢ પોલીસ દ્વારા એલર્ટ મોડ પર આવી શહેરમાં વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
સાથે સાથે બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, હોટેલ, ધર્મશાળા, ધાર્મિક સ્થળો, ભવનાથ સહિતની જગ્યાએ સઘન ચેકિંગ શરૂ કરાયું હતું. તેમજ માંગરોળ બંદર પર પણ સુરક્ષાની ચકાસણી કરવામાં આવી હતી. (તસ્વીરઃ મુકેશ વાઘેલા, જુનાગઢ)
(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
