<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th November 2025

પોરબંદરના માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ

ચાલુ વર્ષે પોરબંદર જિલ્લામાં કુલ 35,106 ખેડૂતોએ મગફળી વેચવા માટે નોંધણી કરાવી

પોરબંદરના માર્કેટિંગ યાર્ડ ખાતે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. ખેડૂતો પાસેથી પ્રતિ મણ રૂ.1452ના ભાવે મગફળી ખરીદવામાં આવશે. દરેક ખેડૂત પાસેથી મહત્તમ 125 મણ મગફળી ખરીદી શકાશે. ચાલુ વર્ષે પોરબંદર જિલ્લામાં કુલ 35,106 ખેડૂતોએ મગફળી વેચવા માટે નોંધણી કરાવી છે. આમાં પોરબંદર તાલુકાના 15,645, રાણાવાવના 7,665 અને કુતિયાણાના 11,846 ખેડૂતોનો સમાવેશ થાય છે. ખરીદીનો શુભારંભ પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા અને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખીરિયાના હસ્તે શ્રીફળ વધેરીને કરવામાં આવ્યો હતો. 

(6:40 PM IST)