તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 9th November 2025
ભાવનગરના સિહોરના ગૌતમેશ્વર તળાવમાંથી બે દિવસથી ગુમ યુવતીનો મૃતદેહ મળ્યો
યુવતીનો મૃતદેહ તળાવમાંથી મળી આવતાં પરિવારમાં શોક છવાઈ ગયો

ભાવનગર જિલ્લાના સિહોરમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં ગૌતમેશ્વર તળાવમાં એક યુવતીએ મોતની છલાંગ લગાવીને આપઘાત કર્યો છે. આ યુવતી છેલ્લા બે દિવસથી ગુમ હતી, જેનો મૃતદેહ તળાવમાંથી મળી આવતાં પરિવારમાં શોક છવાઈ ગયો છે. બનાવની જાણ થતાં ફાયર વિભાગ દ્વારા યુવતીના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
(6:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
