<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th November 2025

વેરાવળમાં ડૂબેલી યુવતીનો બે દિવસે માંગરોળથી મૃતદેહ મળ્યો

પોલીસ અને NDRFએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું: આદરી ગામે પ્રિ-વેડિંગ શૂટ દરમિયાન યુવતી ડૂબી હતી

જુનાગઢઃ પ્રિ-વેડિંગમાં શુટ દરમિયાન ડૂબેલી યુવતીનો મૃતદેહ બે દિવસે મળી આવ્યો છે. વેરાવળમાં ડૂબેલી યુવતીનો માંગરોળથી મૃતદેહ મળ્યો છે. પોલીસ અને NDRFએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આદરી ગામે પ્રિ-વેડિંગ શૂટ દરમિયાન યુવતી ડૂબી હતી. જે બાદ માછીમરોને માંગરોળના દરિયામાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહને દરિયા કિનારે લાવવા તજવીજ હાથ ધરાઈ છે.

(5:41 PM IST)