<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th November 2025

જુનાગઢ જીલ્લામાં ટેકાના ભાવે 27 કેન્દ્રો પર મગફળી ખરીદીનો પ્રારંભ કરાયો .

SMS કરી ખેડૂતોને ખરીદ કેન્દ્ર પર બોલાવવામાં આવ્યા: મણ દીઠ ₹1452ના ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ

જુનાગઢ: જીલ્લામાં ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ થઈ છે. જ્યાં  27 કેન્દ્રો પર મગફળી ખરીદીનો પ્રારંભ કરાયો છે. SMS કરી ખેડૂતોને ખરીદ કેન્દ્ર પર બોલાવવામાં આવ્યા હતા મગફળીની ગુણવતા પર ટેકાના ભાવે મગફળી ખરીદવાનું શરૂ કરાયુ છે. મણ દીઠ ₹1452ના ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાઈ છે. સરકાર દ્વારા સારા ભાવ મળતા ખેડૂતોએ સંતોષ વ્યક્ત કર્યો છે.  સરકાર દ્વારા ટેકાના ભાવે પ્રતિ ખેડૂત 125 મણ મગફળની ખરીદી કરાઈ રહી છે. ખુલ્લી બજારમાં જો ખેડૂતો મગફળી વેચે તો તેમને 6 હજારની નુકસાની સહન કરવી પડી શકે છે. અને એટલે જ તેઓ ટેકાના ભાવે ખરીદીથી ખુશ છે.

 

(5:21 PM IST)