<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th November 2025

બોટાદ જિલ્લાના જોટીંગડા ગામમાં ફરજ બજાવતા તલાટી કમલ તાવીયા પર હુમલો

તલાટીની કારની વચ્ચે અચાનક પશુઓ આવી જતા બોલાચાલી બાદ વાત વણસી ગઈ :કેટલાક લોકોએ ભેગા મળીને તલાટીને લાકડીઓ વડે માર માર્યો

બોટાદ જિલ્લાના જોટીંગડા ગામમાં ફરજ બજાવતા તલાટી કમલ તાવીયા પર હુમલો થવાની ઘટના સામે આવી છે. આ બબાલ ત્યારે થઈ જ્યારે તલાટીની કારની વચ્ચે અચાનક પશુઓ આવી ગયા, જેના કારણે બોલાચાલી થઈ અને વાત વણસી ગઈ. કેટલાક લોકોએ ભેગા મળીને તલાટી કમલ તાવીયાને લાકડીઓ વડે માર માર્યો હતો. તલાટીને માર મારતો આ સમગ્ર બનાવનો વીડિયો પણ વાયરલ થયો છે, જેને પગલે તલાટી કમલ તાવીયાએ હુમલાખોરો વિરુદ્ધ બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

 


 

(10:25 PM IST)