<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th November 2025

જૂનાગઢમાં યુનિટી માર્ચ પદયાત્રાના કાર્યક્રમની તૈયારીઓ પૂર્ણતાના આરે: 8.6 કિલોમીટરના રૂટ પર 19 સ્થળોએ અભિવાદન થશે: જુઓ વિડિઓ

મુખ્યમંત્રી સવારે ૭:૩૦ કલાકે કોલેજના મેદાનમાં આરઝી હકુમત સ્મારક સ્તંભ ખાતે પૂજન કરી સ્ટેજ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે: સ્ટેજ કાર્યક્રમ બાદ સરદાર પટેલ પ્રદર્શની ઝાંખી નિહાળશે: બહાઉદીન કોલેજના દરવાજા પાસે મુખ્યમંત્રી પદયાત્રાને ફ્લેગ ઓફ આપશે:પોલીસ અને વિવિધ સમિતિના અધિકારીઓએ કાર્યક્રમોના સ્થળોનું નિરીક્ષણ કર્યું

( વિનુ જોશી દ્વારા ) જૂનાગઢ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ  તા.9 નવેમ્બરના રોજ જુનાગઢ મુક્તિ દિન અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીની ઉજવણી અંતર્ગત 86 જુનાગઢ વિધાનસભાથી યુનિટી માર્ચ પદયાત્રાનો પ્રારંભ કરાવશે.

આ કાર્યક્રમમાં જૂનાગઢના સર્વ સમાજના લોકો સંગઠન ,શૈક્ષણિક સંસ્થાઓ વિવિધ એસોસિએશન, આરઝી હકુમત ના લડવૈયાઓના પરિવારો, સિનિયર સિટીઝન, યુવાઓ, પોલીસ જવાનો, વહીવટી તંત્રના અધિકારીઓ કર્મચારીઓ, પ્રભુત નાગરિકો મોટી સંખ્યામાં જોડાવા ઉત્સુક છે.
જુનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી  ડો. પ્રદ્યુમન વાજાના માર્ગદર્શનમાં  ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, મેયર ધર્મેશભાઈ પોશીયા,કલેકટર  અનિલકુમાર રાણાવસિયા તેમજ વહીવટી તંત્ર પોલીસ ટીમ, શહેર- જિલ્લા પ્રમુખ ભાજપ પ્રમુખ, વિવિધ વેપારી એસોસિએશનનો સંગઠન અને સ્વયંસેવિક સામાજિક સંસ્થાઓ સર્વ ટીમ વર્કથી આ પદયાત્રાને સફળ બનાવવા અને રાષ્ટ્રીય એકતા ના પર્વ સમાન આ કાર્યક્રમમાં લોકો જોડાઈ તે માટે વિવિધ વ્યવસ્થાઓ કરી રહ્યા છે.
 જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુનિટી માર્ચ પદયાત્રાની તૈયારીને આખરી ઓપ અપાયો છે
વહીવટી તંત્ર દ્વારા  પદયાત્રાના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
  સરદાર વલ્લભભાઈ પટેલ ની  ૧૫૦ મી  જન્મ જયંતી અને  જુનાગઢ  ના મુક્તિ દિન તારીખ 9 નવેમ્બરે  મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં યોજાનાર યુનિટી માર્ચ પદયાત્રા ની તૈયારીઓનો વહીવટી તંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
 તા.9 નવેમ્બરના રોજ યોજાનાર યુનિટી માર્ચ પદયાત્રા બહાઉદીન કોલેજ થી સરદાર ચોક જીમખાના સુધી યોજનાર 8.6 કિલોમીટર પદયાત્રા રૂટનું નિરીક્ષણ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. રૂટ ઉપર રોશની, બહાઉદીન કોલેજ સહિતની સંલગ્ન ઐતિહાસિક ઇમારતોમાં પણ રોશની શણગારવામાં આવી છે તેમજ ઝાંસીની રાણી સર્કલ પર સ્વદેશી મેળા ના સૂચિત આયોજન સાથે સુશોભન કરવામાં આવ્યું છે.
તા.9 નવેમ્બરના રોજ સવારે 7:30 કલાકે કોલેજના મેદાનમાં મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો આરઝી હકુમત સ્મારક સ્તંભ ખાતે પૂજન અને બાદમાં સ્ટેજ કાર્યક્રમ અને ત્યાંથી મેદાનમાં તૈયાર કરાયેલ પ્રદર્શની અને બહાઉદીન કોલેજના ગેટ પાસેથી યાત્રાને ફ્લેગ ઓફ કરાવશે. સવારે 6:00 6:30 થી લોકોનું આગમન શરૂ થશે

(8:03 PM IST)