તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th November 2025
ઉનાના રેવત ગામના મૃતક ખેડૂત પરિવારને ઇસુદાન ગઢવીના પ્રાર્થના ફાઉન્ડેશન દ્વારા ૫૧ હજારની સહાય
ખેડૂતો, મજૂરો, શ્રમિકો કોઈએ આત્મહત્યા જેવું ખરાબ પગલું ભરવું નહીં, અમે તમારી સાથે છીએઃ સરકાર ખેડૂત પરિવારને તાત્કાલિક ધોરણે સહાય આપે : આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ પાક નિષ્ફળ જતા આપઘાત કરનાર મૃતકના પરિવારની મુલાકાતે

રાજકોટ તા.૭: ઉના તાલુકાના રેવત ગામે ખેડૂતે દેવા દબાણ અને પાક બરબાદ થઈ જવાના કારણે આત્મહત્યા કરી હતી. જે બાબતે મળતક ખેડૂતના પરિવારની મુલાકાતે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી પહોંચ્યા હતા. AAP નેતા ઈસુદાન ગઢવીએ મળતક ખેડૂતના પરિવારની મુલાકાત લઇ તેમને સાંત્વના પાઠવી હતી અને માનવતાની દ્રષ્ટિએ મળતકના પરિવારને ઈસુદાન ગઢવીના પ્રાર્થના ફાઉન્ડેશન દ્વારા રૂા. ૫૧, ૦૦૦ની સહાય જાહેર કરાઈ હતી.
પરિવાર સાથે મુલાકાત બાદ AAP નેતા ઈસુદાન ગઢવીએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ભાણવડમાં ખેડૂતે આપઘાત કર્યો હતો ત્યારબાદ આ બીજી ઘટના બની છે. ઉનાના રેવત ગામમાં રહેતા ગફ઼ાર ભાઈ કમોસમી વરસાદ થવાથી લોન ચૂકવણીની ચિંતામાં આર્થિક સંકટના લીધે જીવન ટૂંકાવી લીધું છે. આ ખેડૂત પરિવાર ઉપરનો દુઃખનો ડુંગર તૂટી પડ્યો છે.
હું સરકારને વહીવટી તંત્રને વિનંતી કરું છું કે હવે તમારે સહાય જાહેર કરવી જોઈએ. સાથે સાથે સરકારે એવી નીતિ જાહેર કરવી જોઈએ કે જેથી કરીને કોઈ ખેડૂતને હવે આપઘાત કરવાની જરૂર પડે નહીં. આવી નીતિ બની શકે એમ છે. અમેરિકા ઇઝરાઈલના ખેડૂતો આપઘાત નથી કરતા. અમેરિકા ઇઝરાયેલના ખેડૂતો ગરીબ નથી, તેમની પાસે બંગલા ગાડી છે કારણ કે તે દેશમાં ખેડૂતો માટેની નીતિ એ પ્રકારની છે. તેથી હું સરકારને વિનંતી કરું છું કે આપણે ખેડૂતો માટે નિયત સારી કરવી પડશે. તમે ઉદ્યોગપતિઓના ૧૬ લાખ કરોડ માફ કર્યા છે. મારા ખેડૂતોના દેવા માફ થઈ જશે તો એ પણ બીજા પાંચ વર્ષ ટકી જશે.
અમારી સાથે આગેવાન મુન્નાભાઈ પણ અહીંયા આવ્યા છે જેમણે આ ખેડૂત પરિવારને એક લાખ આપવાની જાહેરાત કરી છે તેમને હું આભાર માનું છું. હું પણ ફૂલ નહી પણ ફૂલની પાંખડી આપવા માટે રૂ.૫૧૦૦૦ આપવાની જાહેરાત કરું છું. પરિવારની કોઈ માંગણી નથી પરંતુ એક માનવતાની દ્રષ્ટિએ તેની સાથે પૂરેપૂરી આપણી ફરજ છે. આ કોઈ રાજકીય મુદ્દો નથી. આમાં માનવતાનો મુદ્દો છે, માનવતાના ધોરણે અમે અહીંયા એકઠા થયા છીએ.
પરિવારના દુઃખમાં ભાગીદાર થવા માટે અમે અહીંયા આવ્યા છીએ. પરિવાર પણ ખૂબ જ ચિંતિત છે પરંતુ અમે પરિવારને કહીએ છીએ કે તમારે ચિંતા કરવાની જરૂર નથી અમે તમારી સાથે છીએ. ગુજરાતની જનતાને પણ વિનંતી કરીશ કે તમે પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવાનો પ્રયાસ કરજો, જેથી આ પરિવાર ટકી રહે. તમામ ખેડૂતો, મજુર અને શ્રમિકોને વિનંતી કરું છું કે કોઈએ આવું પગલું ભરવાની જરૂર નથી. તમારી તમામ ચિંતાની જવાબદારી અમારી છે. હું ખાતરી આપું છું કે બસ બે વર્ષની રાહ જોઈ લો, આજ નહિ તો કાલે અમે ગુજરાતના ખેડૂતોને સૌથી સમળદ્ધ ખેડૂત બનાવીને જ રહીશું
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
