તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th November 2025
જામજોધપુરના સતાપરના અમિતભાઇ નકુમે વાડીએ ઝેર ગટગટાવતાં મોત
સારવાર દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મૃત્યુઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૬: જામજોધપુરના સતાપર ગામમાં રહેતાં આધેડે વાડીએ ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. અહિ તેમનું મૃત્યુ થતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.
જાણવા મળ્યા મુજબ જામજોધપુરના સતાપર ગામમાં રહેતાં અમિતભાઇ કરસનભાઇ નકુમ (ઉ.વ.૪૬)એ ગત ૨૯/૧૦ના રોજ વાડીએ સાંજના સમયે ઝેરી દવા પી લેતાં જામજોધપુર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ ગત સાંજે તેમનું મોત થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જામજોધપુર પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનારા અમિતભાઇ ચાર ભાઇમાં ત્રીજા અને અપરિણીત હતાં. તેઓ ખેત મજૂરી કરતાં હતાં. માનસિક તકલીફ હોવાને કારણે આ પગલુ ભર્યાનું સ્વજને જણાવ્યું હતું. (૧૪.૫)
(11:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
